________________
દશ ભવનની પાશ્વનાથ મજુ ૫.શ્વનાથ પ્રભુને જન્મ
સુવર્ણબાહુને જીવ વારાણસી નગરીમાં, ઈમાકુ વંશના અશ્વસેન રાજાની વામાદેવી પટરાણીને કુખે, ચૈત્ર સુદ ચૌદશે, વિશાખાનક્ષ, દેવલેમાંથી ચવીને અવતર્યો, તે સમયે વામા દેવીએ ચૌદ મહાસ્વપ્ન જોયાં. સવારમાં રાણીએ રાજાને વાત કરી. રાજાએ સ્વપ્ન લક્ષણ પાઠકને બોલાવી રવાને અર્થ પૂછયે. સુપન પાઠકેએ કહ્યું, “સ્વામી! તમારે ત્રિભુવન પૂજ્ય એવા પુત્રની પ્રાપ્તિ થશે.” અનુક્રમે પિષ વદ દશમે વામાદેવી માતાએ સર્પના લંછનવાળા નીલવર્ણ પુત્રને જન્મ આપ્યો. તત્કાળદિક કુમારીકાઓએ આવી સૂતિકા કહ્યું. ઇંદ્રાદિક દેવોએ પ્રભુને જન્માભિષેક કર્યો.
પ્રભુ જયારે ગર્ભમાં હતા, ત્યારે વામદેવી માતાએ એક દિવસ કૃષ્ણ પક્ષની રાત્રીએ પડખે થઈને એક સપને જતાં જે હતે. પછી તે વાત તરતજ પતિને કહી હતી, તે સંભારીને અને એ ગર્ભને પ્રભાવ હતો એમ નિર્ણય કરીને રાજાએ કુમારનું પાર્થ એવું નામ પાડ્યું.
પાર્શ્વ કુમારના દેહમાંથી નીલમના જેવી એક અદ્ભુત તેજ રેખા પ્રગટતી હતી. તેથી તેમને દેહ નીલવર્ણન જણાતા હતા. પંચધાવથી ઉછરતા પાર્શ્વકુમાર મોટા થયા. તે વખતે તેમના શરીરમાંથી નીકળતી નીલવર્ણની કાન્તિ વધારે તેજસ્વી બની તેમની લાંબી ભુજાઓ અને વિશાળ છાતી દુશ્મનોને ડરાવવા લાગી. ઉદારતા, ધર્મ અને પરાક્રમને લીધે તેઓ સૌના મનનું આકર્ષણ કરવા લાગ્યા. ગંભીરતા, જ્ઞાન અને સદ્ગણોને લીધે તે સ ના મન પર અજબ પ્રભાવ પાડવા લાગ્યા.