Book Title: Trevis Tirthankar
Author(s): Chimanbhai B Sheth
Publisher: Chimanbhai B Sheth

View full book text
Previous | Next

Page 424
________________ ૩૯૭ તેઓ સ્વજન પરિવાર સાથે પાર્શ્વનાથને સત્કાર કરવા સામે ગયા. ત્યાં રાજા પ્રસેનજીતે કહ્યું, “આપ સમયસર આવી પહોંચ્યા એટલે અમારું રક્ષણ થયું. આમ આપે અમારા ઉપર મોટી કૃપા કરી છે. હવે વધારે કૃપા કરીને, મારી પુત્રી પ્રભાવતીને આપ સ્વીકાસ કરો.” પાWકુમાર મેઘના નિર્દોષ જેવી ધીરવાણી વડે બોલ્યા, “હે. રાજન ! પિતાની આજ્ઞાથી હું માત્ર તમારી રક્ષા કરવા અહીં આવેલ છું; તમારી કન્યા પરણવાને આવેલ નથી, માટે હેકથળપતિ તમે એ વિષે વૃથા આગ્રહ કરશો નહીં. પિતાના વચનને અમલ કરીને હવે અમે પાછા પિતાની પાસે જઈશું' પાર્શ્વકમારના આવા શબ્દો સાંભળી પ્રસેનજિતે વિચાર્યું કે આ કુમાર તે નિરપૃહ જણાય છે. પરંતુ પિતાની આજ્ઞાને તે અવશ્ય માથે ચડાવશે” એટલે તેણે કહ્યું. “હું અશ્વસેન રાજાની ચરણવંદના કરવા ચાહું છું. તેથી રજા હોય તો આપની સાથે આવું.” પાર્શ્વ કુમારનુ લગ્ન પાWકુમારે તેમાં સંમતિ આપી એટલે પ્રસેનજિત રાજા પ્રભાવતીને સાથે લઈ વારાણસી આવ્યો અને ત્યાં અશ્વસેન રાજાને વંદન કરીને પ્રભાવતીને સ્વીકાર કરવા વિનંતી કરી અશ્વસેનના આગ્રહથી પાર્શ્વકુમારે લગ્ન માટે સંમતિ આપી. પ્રભાવતીને મને રથ આખરે પૂરો થયો હતો એટલે તેના વર્ષમાં ભણું ન હતી અશ્વસેન અને વામાદેવીએ પુત્રને વિવાહિત થયેલે નિહાળ્યું હતું એટલે તેમના આનંદને અવધિ ન હતી. - પાકુમાર અને પ્રભાવતી વિવિધ ક્રીડા કરતાં આનંદમય દિવસો પસાર કરવા લાગ્યા.

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434