Book Title: Trevis Tirthankar
Author(s): Chimanbhai B Sheth
Publisher: Chimanbhai B Sheth

View full book text
Previous | Next

Page 422
________________ રૂપગુણથી આકર્ષાઇ પાકુમારને પ્રસુવાના પ્રભાવતીના નિર્ણયને માતાપિતાએ વધાવી લીધે. કુશસ્થલની રાજકુમારી પ્રભાવતી તેમના આ રૂપગુણ પર મોહિત થઈ. પ્રભાવતીના માતાપિતાએ સખીઓ દ્વારા આ જાણ્ય ત્યારે તેને સ્વયંવર તરીકે પાર્શ્વકુમાર પાસે મોકલવાનો નિર્ણય કર્યો અને તે અંગે સઘળી તયારીઓ કરવા માંડી. કલિંગના રાજાએ કુશસ્થલને ઘેરે ઘાલ્યો. પ્રભાવતીનું રૂપ અપાર હતું. લાવણ્ય અમાપ હતું. વિદ્યા અને કલાની પણ તે ઉત્તમ જાણકાર હતી. આજ સુધીમાં કેટલાક રાજાઓ તેને વરવાને મન સુબો કરી ચૂક્યા હતા, પણ પુત્રીની ઈચ્છાને માન આપનાર પ્રસેનજિત રાજાએ તે સર્વને સાફ ઈન્કાર સુણાવ્યું હતું એટલે જ્યારે એ સમાચાર બહાર આવ્યા કે. પ્રભાવતી પાર્થકુમારને પરણવા માટે સામી જાય છે. ત્યારે ભારે ચકચાર પેદા થઇ. તેમાં કલિંગને બળવાન રાજા યવન સૌથી આગળ પડો. ભરસભામાં તે બોલ્યો, “હું છતાં પ્રભાવતીને પરણનાર પાર્શ્વકુમાર કેણ છે? અને તે કુશરથળને પતિ કેણ છે કે જે મને પ્રભાવતી ન આપે? જો યાચકની જેમ કે તે વસ્તુ લઈ જશે, તે વીરજને તેનું સર્વરવ ખૂંચવી લેશે આ પ્રમાણે કહીને અનન્ય પરાકમવાળા તે યવને ઘણું રીન્ય લઈ કુશસ્થળ પાસે આવીને તેને ફરતે ઘેરો નાખે. પ્રસેનજિતની વિનતીથી અશ્વસેન રાજાએ કુશસ્થલ મદદ મોકલી રાજા પ્રસેનજિત બહાદુર હતા. પણ કલિંગની સેના ઘણું મેટી હેવાથી આખર સુધી તેની સામે ટકી શકે એમ ન હતો.. તેથી પિતાને વિશ્વાસુ દૂતને મોકલી તેણે અશ્વસેન રાજા પાસે મદદની માગણી કરી.

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434