________________
વિદેહને વિષે પુરાણપુર નગરના કુલિશ બાહુ નામના રાજાના સુદર્શના નામે રાણીની કુક્ષીને વિષે અવતર્યો. તે વખતે રાત્રિના પ્રાંત ભાગમાં સુખે સુતેલ દેવીએ ચકવતીના જન્મને સૂચવનારાં ચૌદ મહારવને જોયાં. યેગ્ય અવસરે સુદર્શનાએ પુત્રને જન્મ આપે. પિતાએ તેનું નામ સુવર્ણ બાહુ પાડ્યું અનુક્રમે તે યૌવન વય પામે. એક વખત વક્રઅશ્વ સુવર્ણ બાહુને ઘણે દૂર લઈ ગયે. ત્યાં તે રત્નપુરના ખેચરેન્દ્રની કન્યાને પર ત્યાંથી વૈતાઢયગિરિ પર રત્નપુર નગરના અનેક વિદ્યાધરોની કન્યાઓ પર ત્યાંથી તે બધી કન્યાઓને લઈને પોતાને નગર પાછો ફર્યો. અનુક્રમે સુવર્ણ બાહુને રાજ કરતાં ચૌદ રત્ન પ્રાપ્ત થયાંતેણે ચક્રના માર્ગને અનુસરીને છ ખંડ પૃથ્વી સાધી લીધી. ઘણાં વર્ષ રાજ કરી સુવર્ણ બાહુએ જગન્નાથ તીર્થંકર પાસે દીક્ષા લીધી. પછી અહંત ભક્તિ વગેરે કેટલાક સ્થાનકોને સેવીને તે સુવર્ણબાહુ મુનિએ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું.
નવમે ભવ દેવ
એક વખત વિહાર કરતા તે મુનિ શીરવ નામની અટવીમાં આવ્યા.ત્યાં તેજથી સૂર્ય જેવા સુવર્ણ બાહુમુનિ સૂર્યની સન્મુખ દષ્ટિ સ્થિર રાખી કાર્યોત્સર્ગ કરીને આતાપના લેવા લાગ્યાં. તે સમયે એક સિંહ મુનિ ઉપર ધસી આવ્યું. મુનિએ તેને દૂરથી આવતે જોઈ ચતુર્વિધ આહારના પચ્ચખાણ લઈ આલોચના કરી, સર્વ પ્રાણુને ખમાવ્યા અને સિંહના ઉપર કિંચિત પણ વિકાર લાવ્યા વગર ઘર્મધ્યાનમાં સ્થિર થયા. પછી કેશરીસિંહે વિદીર્ણ કરેલા તે મુનિ મૃત્યુ પામીને દશમા દેવલોકમાં મહપ્રભ નામના વિમાનને વિષે દેવ થયા.