________________
૩૫૬
તે કૃષ્ણનાં દર્શન અને પૂજા કરીને જ ભેજન કરતે. કૃષ્ણના પૂર્વોક્ત હુકમથી દ્વારપાળે વર્ષાકાળમાં તેને કૃષ્ણ મંદિરમાં પ્રવેશ કરવા દીધો નહીં, તેથી તે રેજ દ્વારે જ બેસી રહીને કૃષ્ણને ઉદેશીને પ્રતિદિન પૂજા કરતા, પણ કૃષ્ણનાં દર્શન ન થવાથી તે ભજન કરતો નહીં. એ પ્રમાણે જ્યારે વર્ષાકાળ વીતી ગયે અને કૃષ્ણ રાજમહેલની બહાર નીકળે, તે વખતે સર્વ રાજાઓ અને વીરે સાળવી દ્વાર પાસે આવીને ઊભા હતા. વીરા સાળવીને અતિ કૃશ થઈ ગયેલ જોઈને કૃષ્ણ પૂછયું, “તું કેમ કૃશ થઈ ગયે છે ?” એટલે દ્વારપાળેએ તેનું કૃશ થવાનું જે યથાર્થ કારણ હતુ તે કહી જણાવ્યું. પછી કૃષ્ણ કૃપા કરીને તેને હમેશાં પોતાના મહેલમાં અખલિતપણે આવવા દેવાને હુકમ કર્યો.
અન્યદા કૃણ પરિવાર સહિત શ્રી નેમિનાથને વાંદવા ગયા. ત્યાં ભગવતે કહેલો યતિધર્મ સાંભળીને કૃષ્ણ બોલ્યા, “હું યતિ ધર્મ પાળવા સમર્થ નથી. પણ બીજાઓને દીક્ષા અપાવવાને અને તેની અનુમોદના કરવાને માટે નિયમ છે. જે દઈ દીક્ષા લેશે તેને હું અટકાવીશ નહિ પણ તેને નિષ્ક્રમણત્સવ કરીશ” આ અભિગ્રહ લઈને વિષ્ણુ અવરથાને ગયા. આ અરસામાં એક વખત કૃષ્ણની કુંવરીઓ નમવા આવી. તેણે તેમને કહ્યું. “તમે દાસી થશે કે સ્વામિની?” કુંવરીઓએ કહ્યું, “વામીની” કૃષ્ણ કહ્યું, બરવામિની થવું હોય તે દીક્ષા લે” કુંવરીઓએ કૃષ્ણનું વચન માન રાખ્યું અને દીક્ષા લીધી. પણ એક કુંવરીએ માની શિખવણીથી કહ્યું, “મારે દાસી થવું છે.” કૃષ્ણ વિચાર્યું, “મારું સંતાન સંસારમાં રખડે તેમ ન થવું જોઈએ. મારે તે સંસારથી બચી સંયમ માર્ગે જાય તે સર્વ પ્રયત્ય કરવો જોઈએ.” કુંવરીને તે વખતે તેણે રજા આપી પણ તે કુંવરીને કેટલાક દિવસ બાદ સાળવી વેરે પરણાવી