________________
- ૩૮૦ હાલ તમે પુષ્પવતી સાથે રહે. હું રાજ્ય મેળવીશ ત્યારે તમને બોલાવી લઈશ. તુરત આવાસ અને સ્ત્રીઓ અંતર્ધાન થઈ. નરધનુનુ પુનઃ મિલન
પછી બ્રહ્મદત્ત તાપસના આશ્રમમાં રાખેલી રત્નાવતી (રત્નાવલી) ને શોધવા ગયે. પણ ત્યાં તે જોવામાં આવી નહિ. લેટેએ કહ્યું કે તે તમારી રાહ જોઈ થાકી રડતી હતી તેથી અમે મગધપુરમાં તેના કાકાને ઘેર રાખી છે. બ્રહ્મદત્ત તેના કાકા ધનાવહને ત્યાં ગયો કાકાએ બ્રહ્યદત્તને રત્નાવની ધામધૂમથી પરણાવી.
વરધન નહિ મળવાથી બ્રહ્મદત્ત ચિંતાતુર રહેતું હતું. ઘણી ઘણી તપાસ પછી તેણે માન્યું કે “વરધનું મૃત્યુ પામે છેઆથી તેના શ્રેયાર્થે તેણે બ્રાહ્મણને દાન દેવા માંડ્યું, દાનશાળામાં વરધનુ બટુક થઈ દાન લેવા આવ્યું. બ્રહ્મદત્ત તેને ઓળખી ભેટી પડશે. વરધનુએ પિતાનું વૃત્તાન્ત જણાવતાં કહ્યું, “તે પલ્લીમાં ચેરના બાણથી હું રથ ઉપરથી ઉછળી ઘાસમાં પડે. થડા સમયે ભાન આવ્યું એટલે ગુપ્ત રીતે જંગલ પસાર કરી તમારી શોધ કરતો અહીં આવ્યો છું.” બ્રહ્મદત્ત પણ પોતાને વૃત્તાન્ત કહી સંભળાવ્યા.
મગધપુરમાં બ્રહ્મદત્ત હાથીના ઝપાટામાં આવી પડેલ શ્રેષ્ઠિ પુત્રી શ્રીમતીને બચાવી આથી રંજીત થઈ રાજાએ પોતાની પુત્રી બ્રહ્મદત્તને આપી. વરધનુના લગ્ન મંત્રા પુત્રી નંદા સાથે કરવામાં આવ્યાં. બ્રહ્મદત્ત વારાણસીમાં
કેટલાક દિવસ પછી તેઓ વારાણસી નગરીમાં આવ્યાં બ્રહ્મદત્તને આવેલો સાંભળી વારાણસીને રાજા કટક ગેરવતાથી સામે આવીને પોતાને ઘેર લઈ ગયો અને પોતાની કટક્યતી