________________
કહી પાદપૂર્તિ કરી. કેશવાહકે રાજને મુનિએ પૂરેલ પૂર્તિની બીના જણાવી. બ્રહ્મદત્ત ત્યાં આવ્યું અને છછભવના બાંધવને જોઈ આનંદ પામે. મુનિએ દેશના આપતાં જણાવ્યું, “હે રાજા ! તે બહારના શત્રુઓને જીત્યા પણ હવે અંતરંગ શત્રુઓને પણ જીતો અને સ્વકલ્યાણ સાધે ચક્રીએ કહ્યું, “તપના બળે મળેલ આ રાજ્યલક્ષ્મીને આપ મારી પેઠે ઉપયોગ કરી મારી બાંધવ બની રાજ્યલક્ષ્મીના ભાગીદાર બને.” મુનિએ કહ્યું, “ભવભવ રખડાવનાર તારી ઋદ્ધિ અમને ન ખપે.” ચક્રીને ધર્મ માર્ગે વાળવા મુનિએ ઘણા પ્રયત્ન કર્યા. પણ બ્રહ્મદત્તને ભાઈ ઉપરના પ્રેમ સિવાય બીજો ધર્મપ્રેમ ન જાગ્યો. નાગકન્યાને દુરાચાર જોઈ બ્રહ્મદર કરેલી શિક્ષા
એક વખત ચક્રી યવનરાજ તરફથી ભેટ મળેલ અશ્વ ઉપર બેઠો કે તુરત તે અશ્વ ચકીને જોતજોતામાં અટવીમાં લઈ ગયે. ત્યાં તેણે એક સ્વરૂપવાન કન્યા જોઈ. આ કન્યા સંબંધી વધુ વિચાર કરે તેવામાં તે તેણે નાગણીનું રૂપ કર્યું અને બીજા ગાનસ નાગ સાથે ભેગ ભોગવવા લાગી. રાજાને આ કૃત્યથી સ્ત્રી ઉપર ક્રોધ ચડયો અને તેને ચાબુક મારી. નાગકન્યા ક્રોધિત થઈ પતિને કહેવા લાગી, “બ્રહ્મદત ચએ મારી પાસે દુષ્ટ વાસનાની માગણી કરી. મેં ન રવીકારી તેથી તેણે મારા ઉપર પ્રહાર કર્યો.” નાગરાજ પ્રિયાનું ઉપરાણું લઈ ચીને ત્યાં આવ્યું; આ વખતે ચકી પોતાની પ્રિયાને નાગકન્યાની ગાનસ સાથેના ભેગની વાત કરી રહ્યો હતો. નાગદેવ સમજી ગયો કે “બ્રહ્મદત્ત નિર્દોષ છે” પ્રગટ થઈ તેણે ચકીને કહ્યું, “માગ, માગ, જે માગે તે આપું” ચકીએ કહ્યું, “મારે કંઈ જોઈતું નથી. મારે જોઈએ છે માત્ર મારા રાજયમાં ચોરી, વ્યભિચાર અને અપમૃત્યુનો નાશ” નાગે કહ્યું,