________________
૩૮૫
“આ માગણી તો પરોપકારી થઈ. તું મારી પાસે કંઈ અંગત માગણી કર.” નાગના આગ્રહથી ચકીએ પશુપક્ષીની ભાષા સાંભળી સમજી શકવાની માગણી કરી. નાગદેવ તે વરદાન કેઈને ન કહેવાની શરતે આપ્યું અને જણાવ્યું કે “તું આ વાત કોઈને કરીશ તો મૃત્યુ પામીશ.' પછી નાગદેવ સ્વસ્થાને ગે..
એક વખત બ્રહ્મદત્ત પોતાની વલલભાની સાથે શંગાર ગૃહમાં ગયા. ત્યાં ગૃહગોધ (ગોળી)એ ગહગોધને કહ્યું”, “રાજાના વિલેપનમાંથી ડું લાવી આપો જેથી મારો દોહદ પૂરો થાય. ગહેગાધે કહ્યું, “તે અંગરાગ (વિલેપન) લેવા જતાં જરૂર હું મૃત્યુ પામું” આ પ્રમાણે તેઓની વચ્ચે થતી વાતચીત સાંભળી શકી હસી પડયા એટલે રાણીએ રાજાને પૂછયું, “તમે અકસ્માત કેમ હસ્યા” હવે તે કહેવાથી મૃત્યુ થાય એ ભય હેવાથી રાજાએ કહ્યું, એમ જ રાણું બેલી, “આ હસવાનું કારણ મને અવશ્ય કહેવું જોઈશે. નહિ તે હું મરણ પામીશ.” રાજાએ કહ્યું, “તે કારણે તમને ન કહેવાથી તમે તે મરશો કે નહીં, પણ તે કહેવાથી હું તે જરૂર મરી જઈશ.” રાજાના આ વચન પર શ્રદ્ધા ન આવવાથી રાણી બેલી, “તે કારણ તે મને જરૂર કહે. તે કહેવાથી કદી આપણે બન્ને સાથે મરીશું તો આપણી બન્નેની સરખી ગતિ થશે, માટે ભલે તેમ થાય.” આ પ્રમાણે સ્ત્રીના દુરાગ્રહમાં પડેલા રાજાએ રમશાનમાં ચિતા રચાવી. અને રાણીને કહ્યું, “ ચિતાની આગળ જઈ મરવા તત્પર થઈ હું તે વાત તને કહીશ” પછી ચકી રાણી સાથે ગુજારૂઢ થઈ ચિતા પાસે આવ્યા. તે વખતે નગરજને સજળા નેત્રે તેમને જોઈ રહ્યા. એ વખતે ચકીની કોઈ કુળદેવી એક મેંઢાનુ અને એક સગર્ભા મેઢાનુ રૂપ વિકુવીર ચક્રવર્તીને પ્રતિબોધ આપવા માટે ત્યાં આવી. આ રાજા સર્વ પ્રાણીની ભાષા જાણે છે. એવું
૨૫