________________
૩૮૧ નામની કન્યા તેમજ ચતુરંગ સેના બ્રહ્મદત્તને આપી. બ્રહ્મદત્તને વારાણસી આવેલે જાણી ચંપા નગરીને રાજા કહેશુદત્ત, ધનુમંત્રી અને બીજા રાજઓ પણ ત્યાં આવ્યા. પછી વરધનુને સેનાપતિ બનાવી બ્રહ્મદત્તે દીર્ધરાજા પાસેથી રાજ્ય લઈ લેવા પ્રયાણ કર્યું “તે વખતે દીર્ઘરાજાની સાથે તમારે બાલ્યમંત્રી છે તે તમારે છોડી દેવી જોઈએ નહિ.” એમ દીર્ધ રાજાના દૂતે કટકને કહ્યું. તે સાંભળી કટક રાજા બોલ્યા, “પૂર્વે બ્રહ્મરાજા સહિત અમે પાંચે સહેદર જેવા મિત્રો હતા. બ્રહ્મરાજા સ્વર્ગે ગયા પછી, એમનું બધું રાજ્ય, રક્ષણ કરવા માટે, દીર્ઘરાજાને સંપ્યું. એટલે તે જાણે પોતાનું જ રાજ્ય હેય તેમ તેને ભેગવવા લાગે માટે એ દીર્ધને ધિકકાર છે; કેમકે સાચવવા ઑપેલા પદાર્થને તે ડાકણ પણ ખાતી નથી. બ્રહ્મરાજાના પુત્ર રૂપ થાપણના સંબંધમાં દીર્ધ રાજાએ જે મોટું પાપ આચર્યું છે. તેવું પાપ કોઈ ચંડાળ પણ કરે નહિ. માટે તું જઈ તારા દીર્ઘરાજાને કહે કે બ્રહ્મદત્ત લશ્કર લઈને આવે છે, માટે તેની સાથે યુદ્ધ કર અથવા નાસી જા.” આ પ્રમાણે કહી દૂતને વિદાય કર્યો. ચુલનીની દીક્ષા અને મુકિત
બ્રહ્મદત્ત લશ્કર લઈ ચઢી આવ્યું. તેની અને દીર્ઘ વચ્ચે ખૂનખાર યુદ્ધ થયું. આ યુદ્ધના સમાચાર સાંભળી ચુલની લાજી ઉઠી. તેને ભાન થયું કે જગતમાં અધમમાં અધમ માણસને ન શોભે તેવું કાર્ય કરી મેં મારી જાત, કુળ અને પિતૃકુલને લજવ્યું છે વૈરાગ્ય પામી તેણે દીક્ષા લીધી. કુકર્મના ક્ષય માટે આકરી તપ કર્યો અને અને મુક્તિપદ પ્રાપ્ત કર્યું. બ્રહ્મદત્તને ચક્રવતત્વ પ્રાપ્તિ
રૌનિકેના યુદ્ધ પછી દીર્ધ પિતે સામે આવ્યું. પણ પુણ્ય,