________________
૩૭૮
સુઈ જાવ.રત્નાવતી અને બ્રહ્મદત્ત રથમાં સુઈ ગયા. પ્રભાત સમયે. તેઓ એક નદી કિનારે આવ્યા. ત્યા ઘડાઓ થાક લાગવાથી ઊભા રહ્યા અને બ્રહ્મદત્ત પણ જાગી ગયે. જાગીને જોયું તે રથ હાંકનાર મંત્રી પુત્ર બ્રહ્મદત્તની નજરે ન પડયો. એટલે તે “જળ લેવા ગયા હશે એવું ધારી તેણે વારંવાર ઘણું બૂમો પાડી, પણ તેને જવાબ મળે નહિ અને રથના અગ્ર ભાગ આગળ તેના હાથે લેહીથી ખરડાયા; બ્રહ્મદત્તને લાગ્યું કે વરધનું મૃત્યુ પામ્યા તે રડી ઊઠયો અને વરધનુ, વરધનુ એમ બુમો પાડવા લાગ્યા. રત્નાવળીએ પતિને આશ્વાસન આપતાં કહ્યું, “જંગલની સામે મગધપુરમાં મારા કાકા રહે છે ત્યાં જઈ તપાસ કરશું.” બ્રહ્મદત્તે આગળ પ્રયાણ કર્યું. થોડા વખતમાં તે મગધ દેશના સીમાડાના ગામમાં આવ્યું બ્રહ્મદરો ગામના નાયકને વરધનુની તપાસ કરવા કહ્યું. નાયકે ઘણું તપાસ કરી પણ વરધનુને પત્તો લાગે નહિ. તે રાત્રિએ ચરોએ ગામમાં ધાડ પાડી. બ્રહ્મદરે ચેરોને મારી હઠાવી ગામની રક્ષા કરી. ખંડા અને વિસિમા સાથે વિવાહ
બીજે દિવસે ગામણને લઈ કુમાર રાજગૃહી આવ્યું. ત્યાં રત્નાવલીને તાપસના આશ્રમમાં રાખીને તેણે નગરમાં પ્રવેશ કર્યો તેને જોઈ ગામમાં બેઠેલી સ્ત્રીઓ કહેવા લાગી. હે નાથ ! અમને છોડી કયાં ચાલ્યા જાઓ છો.” બ્રહ્મદરે કહ્યું. “મેં તમારે સ્વીકાર
ક્યારે કર્યો અને છોડી ક્યારે?” સ્ત્રીઓએ કહ્યું. “અમે ખંડા વિશિમા નામની બે વિધાધરીએ છીએ. પુષ્પવતીએ અમને તમારા રૂપ–પરાક્રમની વાત કરી અનુરાગી બનાવી પણ તેણે ઉતાવળથી લાલ ધજાને બદલે સફેદ ધરી તેથી તમે ચાલ્યા ગયા. અમે તમારી ખૂબ તપાસ કરી પણ પત્તો ન લાગે એટલે અહીં રહીએ છીએ. બ્રહ્મદત્ત ગાંધર્વ વિવાહથી તેમને પરો . રાત રહી તેમને કહ્યું