________________
પગે વળગી ડૂસકે ડૂસકે રેવા લાગે ડીવાર પછી તેણે કહ્યું, હું તમારે માટે પાણી લઈ આવતા હતા તેવામાં દીર્થના સૈનિકોએ મને પકડયો અને કહ્યું “તું બ્રહ્મદત્તને બતાવ” મેં કહ્યું, “બ્રહ્મદત્તને વાઘ ખાઈ ગયો છે. તેઓએ મને તે સ્થાન બતાવવા કહ્યું. હું તેમને લઈ તમે જે સ્થળે હતા તે સ્થળે આવ્યો અને તમને સંજ્ઞા કરી ભગાડ્યા. પછી મુખમાં ગુટિકા રાખી હું નિશ્ચષ્ટ થઈ ભૂમિ ઉપર પડે. થોડો વખત તેમણે મને ઢઢે. પણ પછી તેમને લાગ્યું કે આ મરી ગયો છે તેથી મને મૂકી ચાલતા થયા. તેમના ગયા પછી મેં મેમાંથી ગુટિકા કાઢી અને તમને શોધવા ફરવા લાગ્યો. તેવામાં એક તાપસે મને સમાચાર આપ્યા કે " લાક્ષાગૃહ બળી ગયા પછી દીધે તપાસ કરી તો તેમાંથી એક જ મૃતક નીકળ્યું દીર્ધ ચમકે તેણે તમારી અને બ્રહ્મદત્તની તપાસ આરંભી તેમજ તમારા પિતા ધનુને પકડવા સૈનિકે મોકલ્યા અગમચેતી ધનુમંત્રી અદશ્ય થઈ ગયે પણ તમારા માતા પકડાઈ ગયાં દીધે તેને હાલ ચંડાળના પાડામાં રાખી છે હું ત્યાં ગે અને ગુટિકા પ્રાગથી તેને નિચેષ્ટ બનાવી. રક્ષક તેને મૃત્યુ પામેલી માની બાળવા જતા હતા તેવામાં મેં સાધકનું રૂપ કરી મૃતક માગ્યું. તેમણે તે મને આપ્યું. એટલે મેં ડીવારે ગુટિકા કાઢી માતાને હતાં તેવા બનાવ્યાં અને પિતાના મિત્ર દેવશર્માને ઘેર રાખ્યાં આ પછી તમારી શોધ કરતે ફરતા હતા તેવામાં તમે મને મળ્યા. બ્રહ્મદત્ત પિતાને વૃત્તાંત કહે છે તેવામાં તે સમાચાર આવ્યા કે દીર્ધન રીનિકે તમારી શોધ માટે આવ્યા છે. સમાચાર સાંભળી બન્ને મિત્રો જીવ “બચાવવા નાઠા અને શાંબી નગરી પાસે આવ્યા.
તે નગરીના ઉદ્યાનમાં તે નગરના રહેનારા સાગરદત્ત શેઠના અને બુદ્ધિલના કુકડાની લડાઈ થતી હતી. તેમાં હાર છત ઉપર