________________
૩૭૬ શ્વેત ધજા બતાવું તે તમારે બીજી તરફ ચાલ્યા જવું અને રાતી ધજા બતાવું, તે અહીં આવવું બ્રહ્મદત્ત બેલે, “હું બ્રહ્મરાજાને કુમાર છું; તેથી એ સ્ત્રીઓ તેષ કે રોષ પામવાથી મને શું કરી શવાની છે?” પુષ્પવતી બેલી, “હું તે વિદ્યાધર કન્યાઓ માટે કહેતી નથી, પણ તેમના સંબંધી ખેચરો તમારી સાથે વિરોધ કરે નહિ માટે કહું છું” પછી બ્રહ્મદત્ત એક બાજુ છુપાઈ રહ્યો. થોડીકવારમાં પુષ્પવતીએ શ્વેત ધજા બતાવી એટલે કુમાર તે જોઈ પ્રિયાને આગ્રહ હોવાથી હળવે હળવે બીજે ચાલે ગયે. બ્રહ્મદત્ત અને શ્રીકાન્તાના લગ્ન
ત્યાંથી આગળ ચાલતાં તે માનસ સરોવરને કાંઠે આવ્યો. સરોવરમાં સ્નાન કરી આગળ વધે એટલામાં તેણે એક સુંદરી દીઠી બન્નેની કીકીઓ પરસ્પર મળી અને તેમાંથી પરપર અનુરાગ બંધાય, કુમાર દેવરૂપ કન્યાને વિચાર કરે છે એટલામાં તે એક દાસી આવીને કહેવા લાગી, “તમે મારી સાથે ચાલે” દાસી કુમારને પલ્લીપતિ રાજાના મંત્રી પાસે લઈ ગઈ અને કહ્યું, “શ્રી કાન્તા રાજકુમારીએ આ મહાભાગને પતિ તરીકે પસંદ કર્યો છે. રાજાએ કાંઈપણુ પૂછપરછ કર્યા વિના શ્રીકાન્તા સાથે બ્રહ્મદત્તના લગ્ન કરાવ્યાં અને તેને જુદું નિવાસ સ્થાન આપ્યું. કુમારે પત્નીને પલ્લીપતિ સંબંધી વૃત્તાંત પૂછયે ત્યારે શ્રીકાન્તાએ કહ્યું, “મારા પિતા વસંતપુરના રાજા શબરસેનના પુત્ર છે, પણ જ્યારે તે ગાદી ઉપર આવ્યા ત્યારે તેમનાં ગાત્રીઓ તેમને હેરાન કરવા લાગ્યા, આથી કંટાળી તે આ પ્રદેશ જીતી લઈ પિતાને નિર્વાહ કરે છે. વરધનુ ને વૃત્તાંત
સમય જતાં પહેલી પતિ સાથે બ્રહ્મદત્ત પણ એક ગામ લૂંટવા ગયે. ત્યાં અચાનક વરધનુને ભેટે થે. તે પ્રથમ તે બ્રહ્મદત્તને