________________
૩૭૪
તેમને ભાગ્યશાળી જાણ નિમંત્રણ આપ્યું અને તેણે રાજા જેવી ભક્તિ કરી ભેજન કરાવ્યું. પછી તે બ્રાહ્મણની સ્ત્રીએ કુમારના મસ્તક પર અક્ષત નાખી બે વેતવસ્ત્ર અને એક અપ્સરા જેવી કન્યા આગળ ધરી. વરધનું બોલ્યો, “કસાઈ. આગળ ગાયની જેમ આ પરાક્રમ કે કળામાં અજ્ઞાત જનના કંઠમાં આ કન્યાને તું શું જોઈ બાંધે છે એટલે બ્રાહ્મણ બોલ્યો, “આ મારી બંધુમતી નામે કન્યા છે. તેને આ પુરૂષ સિવાય બીજો કોઈ વર નથી, કારણ કે નિમિત્તિઓએ મને જણાવ્યું હતું કે વસ્ત્રથી જેણે પોતાનું શ્રાવસ લાંછન ઢાંકેલું હોય એવાં જે પુરૂષ તારે ત્યાં ભોજન કરવા આવે. તેને તારે આ કન્યા આપવી.” પછી તે બધુમતી કન્યા સાથે બ્રહ્મદત્તને વિવાહ . તે રાત્રિ બધુમતી સાથે રહી તેને આશ્વાસન આપી બીજે દિવસે કુમાર ત્યાંથી બીજે જવા ચાલે. તેવામાં તેને ખબર પડી કે દીર્થે તેના સેવકોને તેમને પકડવા ઠેર ઠેર મોકલ્યા છે. આથી બ્રહ્મદત્ત અને વરઘનું મુખ્ય માર્ગ છોડી અટવી માર્ગે વળ્યા. આ અરસામાં બ્રહ્મદત્ત તૃષાતુર થવાથી પાણી માટે વધતુ ફાંફાં મારતો હતા તેવામાં દીર્ધના સૈનિકોએ તેને પકડી લીધો. બ્રહ્મદત્ત ત્યાંથી નાસી છૂટ અને એક ઋષિના આશ્રમમાં આવ્યું કુળપતિએ તેને પૂછયું, “તમારી આકૃતિ અત્યંત મનોહર જણાય છે. તે મરૂદેશમાં કલ્પવૃક્ષની જેમ તમારૂં અહીં આગમન કેમ થયું ?” બ્રહ્મદત્તે તે મહાત્માને પિતાને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવે એટલે કુલપતિએ કહ્યું, “હું તારા પિતાનો લધુ બંધુ છું. માટે તું અહીં રહે અને તારે કાળ નિર્ગમન કર, બ્રહ્મદત્ત ત્યાં રહ્યા અને શસ્ત્ર, શાસ્ત્ર અને સ્ત્ર વગેરે વિદ્યાઓ શિખ્યો. ઋષિના આશ્રમમાં બ્રહ્મદત્તને વિદ્યાભ્યાસ
એક વખત બ્રહ્મદત્ત તાપની સાથે જંગલમાં ફળાદિ લેવા