________________
૩૭૨
ચુલની માતાએ પુત્ર રત્નને જન્મ આપ્યો. પિતાએ તેનું નામ બ્રહ્મદત્ત પાડયું.
બ્રહ્મરાજાને ચાર પ્રિય મિત્રો હતા. કાશી દેશને રાજા કટક, હસ્તિનાપુરને રાજા કર્ણરૂદત્ત, કેશલદેશને રાજા દીધું અને ચંપા નગરીને રાજા પુપચૂલ. આ પાંચે મિત્રો પોતાના અંતાપુર સહિત એક એક વર્ષ એક બીજાના નગરમાં રહેતા એક વખત આ મિત્રો કાંપિલ્યનગરમાં આનંદપૂર્વક જીવન પસાર કરતા હતા. તેવામાં અચાનક બ્રહ્મરાજા શૂળથી મરણ પામ્યા આથી ચારે મિત્રોએ વારા ફરતી કાંપિલ્ય નગરમાં રહી બ્રહ્મદત્ત ઉમર લાયક થાય ત્યા સુધી રાજ્ય સાચવવાનું માથે લીધું. પ્રથમ વર્ષ આ કાર્યદી સંભાળ્યું પણ દીધને ચુલનીદેવી સાથે રાજ્યકાર્યને અંગે વધુ પરિચય થતાં તે તેણમા આસક્ત થયો.
બ્રહ્મદત્ત દીર્ધ અને ચુલનીનું દુષ્કૃત્ય સમજી ગયે. તે એક વખત અંતઃપુરમાં કાગડો અને કિલાને લઈ ગયો અને તેમને મારતા કહ્યું, “આ કાગડા અને કોકિલાની પેઠે જે માણસ વ્યભિચાર કરશે તેને હું શિક્ષા કરીશ.” આ સાંભળી એકાંતમાં ચુલનીને દીર્ધ રાજાએ કહ્યું, “હું કાગડો અને તું કાકીલા છે એમ સમજજે, તેથી આ કુમાર આપણને શિક્ષા કરશે ચુલની દેવી બેલી. “એ બાળકના બોલ ઉપરથી ભય પામશો નહિ” અન્યદા વળી બ્રહ્મદત્ત એક ભદ્ર જાતિની હાથણી સાથે હલકા હાથીને લાવી કહેવા લાગ્યો, “આવા અપરાધ કરનારને હું જીવતે હણી નાખીશ એક વખત હંસીની સાથે બગલાને બાંધી અંતઃપુરમાં લઈ જઈ બ્રહ્મદત્ત કહેવા લાગે “આની પેઠે કેાઈ રમશે તેને હું સહન કરીશ નહિ” દીધને હવે ધીરજ રહી નહિ. તેણે ચૂલનીને કહ્યું, “આ કુમાર મેટ થશે ત્યારે આપણને અવશ્ય વિદ્ધકર્તા થશે માટે