________________
૩૭૧
લઈ ગયા. પછી તેઓ પશ્ચાતાપ કરવા લાગ્યા કે “માત્ર આહારને માટે ઘેર ઘેર ફરવાથી મોટું દુઃખ થાય છે. આ શરીર આહાર વડે પિષણ કરવા છતાં પણ પરિણામે નાશવંત છે ત્યારે યેગીઓને - શરીરની કે આહારની શી જરૂર છે ?” આવું વિચારી બને મુનિએાએ ચતુર્વિધ આહારનાં પચ્ચખાણ ક્ય મુનિને ક્રોધ શાન્ત થ, પણ રાજાને તપાસ કરતાં માલમ પડયું કે નમુચિ મંત્રીએ મુનિને અપરાધ કર્યો હતો તેથી તેને પકડી મુનિ પાસે લાવવામા આવ્યું. સંભૂતિ મુનિએ મૃત્યુમુખમાં જતા નમુચિને છોડાવ્યો. આમ છતાં કર્મચંડાળ નમુચિને ચક્રીએ નગર બહાર કાઢી મૂ . સંભૂતિમુનિનું નિયાણું
એક વખત ચોસઠ હજાર સપત્નીઓનો પરિવાર લઈને સનત ચક્રવર્તીનું સ્ત્રી રત્ન સુનંદા મુનિને વાંદવા આવી. સંભૂતિ મુનીને વંદન કરતાં તેના વાળની લટ મુનિના ચરણને સ્પશી; તત્કાળ મુની રોમાંચીત થઈ ગયા. સંભૂતિ મુનિએ નીયાણું બાંધ્યું કે,
જો મારા કરેલા દુષ્કર તપનું ફળ હેય તો ભાવી જન્મમાં આવા સ્ત્રી રત્નને પતિ થાઉ” આ વાતની ખબર ચિત્રમુનિને પડી. તેણે તેમને સમજાવ્યા અને કહ્યું મિથ્યા દુષ્કત દઈ તમારૂં ચિત ધ્યાન માર્ગે વાળે. પણ આ સમજાવટ તેની વિષયેચ્છા આગળ નિષ્ફળ નીવડી. પછી બન્ને મુનિ પરિપૂર્ણ અનશતને પાળી આયુઃ કર્મને ક્ષય થતાં મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દેવ થયા ચિત્રને જીવ પહેલા દેવલોકમાંથી ચ્યવી પુરીમતાલ નગરમાં એક ધનાધ્ય વણિકને પુત્ર છે અને સંભૂતને જીવ કાંપિલ્ય નગરના બ્રહ્મરાજાની ગુલનીદેવીની કુક્ષિ વિષે પુત્રપણે અવતર્યો. સુખે સૂતેલાં ચુલની દેવીએ રાત્રિના શેષ ભાગે ચૌદ મહાસ્વપ્ન જોયાં. પૂર્ણ માસે .