________________
૩૭૩ તેને મારી નાખવો જોઈએ.” ચુલની બેલી, “આવા રાજય ધુરંધર પુત્રને કેમ મારી નખાય? તિર્થય પણ પોતાના પ્રાણની જેમ પુત્રોની રક્ષા કરે છે.” દીધું , “તેની ઉપર મોહ રાખ નહિ. હું છતાં તારે પુત્ર થવા કાંઈ દુર્લભ નથી દીર્ઘના આવાં વચન સાંભળી રતિનેહને પરવશ થયેલી ચુલની ડાકણની જેમ પુત્રનું વાત્સલ્ય ત્યજી દઈ તેમ કરવાને કબૂલ થઈ. તેણે વિચાર્યું, આ કુમારને મારી નાખે, પણ લેમાં નિંદા થવા દેવી નહિ.” પછી ગુપ્ત રીતે એક લાક્ષા ગૃહ (લાખનું ઘર) બનાવ્યું અને બ્રહ્મદત્તના લગ્ન પછી જ્યારે તેમાં તે સુઈ રહે ત્યારે તેને કુંકી મારવાની ગોઠવણ કરી. આ વાત રાજભક્ત ધનુમંત્રીના ખ્યાલમાં આવી ગઈ. આથી તેણે વૃદ્ધાવસ્થાનું બહાનું કાઢી દીર્ધ પાસેથી રજા લઈ, એક દાનશ ળા કાઢી અને કેઈ ન જાણે એવી રીતે લાખના ઘરની બહાર નીકળતું એક ગુપ્ત ભયરૂં બનાવ્યું. પછી પોતાના પુત્ર વરધનુને બ્રહ્મદત્તની રક્ષા માટે સર્વ વાત કહી તેની પાસે રાખે. બ્રહ્મદત અને બધુમતીના લગ્ન
શુભ મુહુર્તે બ્રહ્મદત્તનાં લગ્ન પુપચુલરાજાની કન્યા પુષ્પવતી સાથે થયાં. રાજાને કાવત્રાની ખબર પડી ગઈ હતી તેથી તેણે પોતાની કન્યા પુષ્પવતીને બદલે એક દાસીને મોકલી. વરવધૂ લાખના ઘરમાં ઊંઘે છે એમ માની દીર્ધ અને ચુલનીના સેવાએ લાક્ષાગૃહ સળગાવ્યું. વરધનુ એક પત્થર ઉપર પાટુ મારી, તેને દૂર કરી ભોંયરા દ્વારા બ્રહ્મદત્ત સાથે બહાર નીકળે અને તેને ટૂંકમાં દીધું અને ચુલનીના કાવત્રાની અને પોતાના પિતાએ બનાવી રાખેલ ભોંયરાની વાત કહી. પછી બન્ને જણા ભાથું મુંડાવી, ગુરુ શિષ્ય થઈ, બ્રાહ્મણને વેશ ધરી એક ગામમાં ગયા. કેઈ ઉત્તમ બ્રાહ્મણે