________________
૩૭૦
લેકેની દષ્ટિએ આપણાં શરીર ઘણા પાત્ર છે તે આપણે આ શરીરને રાખી શું કામ છે?” એમ વિચારી આત્મહત્યા કરવા તેઓ એક પર્વત ઉપર ચડયા. તેવામાં તેમને એક મુનિ મળ્યા. તેઓએ મુનિને પોતાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો મુનિ બેલ્યા, “આત્મ હત્યા કરવાથી તમારા શરીરને નાશ થશે, પણ સેંકડે જન્મથી ઉપાર્જને કરેલા તમારાં અશુભ કર્મોને કાઈ નાશ થશે નહિ. જો તમારે આ શરીરને ત્યાગ કરે હોય તે સ્વર્ગ અને મેક્ષાદિના કારણરૂપ પરમ તપ કરે” મુનિની શિખામણ તેમને પસંદ પડી અને તેમણે દીક્ષા લીધી. છઠ અઠમ વગેરે તપ કરીને તેમણે પૂર્વ કર્મની સાથે પોતાની કાયાને પણ શોષવી નાખી. સંભૂતિ મુનિને ઉપસર્ગ
| વિહાર કરતાં કરતાં એક વખત તેઓ હસ્તિનાપુર આવ્યા. ભાસ ક્ષમણને પારણે સંભૂતિ મુનિ નગરમાં ભિક્ષા માગવા ગયા ઈસમિતપૂર્વક ઘેર ઘેર ભમતા તે મુનિ માર્ગમાં નમુચિ મંત્રીના જેમાં આવ્યા. એટલે “આ ચંડાળને પુત્ર મારે વૃત્તાન્ત જાહેર કરશે એવી ચિંતા મંત્રીના ચિત્તમાં ઉત્પન્ન થઈ. આથી તેણે સેવકેને મુનિને નગર બહાર કાઢી મૂકવાની આજ્ઞા કરી. ધાન્યના પુંજને ફૂટે તેમ તે સેવકોએ મુનિને ફટયા, એટલે તે ત્યાંથી ઉપવનમાં જવા ઉતાવળા ચાલ્યા, તથાપિ સેવાએ તેમને છેડયા નહિ આથી મુનિને ક્રોધ ચઢે. તત્કાળ મુનિના મુખમાંથી તેજલેશ્યા ઉત્પન્ન થઈ તે વીજળીના મંડળની જેમ આકાશને પ્રકાશતી મેટી મેટી જવાળાઓથી ઉલ્લાસ પામવા લાગી. તેજલેશ્યા ધારણ કરતા મુનિને પ્રસન્ન કરવા માટે નગરજને અને રાજા સનકુમાર ત્યાં આવ્યા આ ખબર જાણીને ચિત્ર મુનિ પણ આવ્યા તેમણે મધુર ભાષણ વડે સંભૂતિમુનિને શાન્ત કર્યા. અને તેમને ઉદ્યાનમાં