________________
૩૬પ
યાદવ કુલમાં ફક્ત તમે જ રહ્યા છે. તમે પાંડવોને ત્યાં જાઓહું મારા કૌસ્તુભ મણિની નિશાની આપું છું” પછી જરાકુમાર પિતાનું બાણ ખેંચી લઈ, મણિ લઈ ચાલત થયે અને કૃષ્ણ મૃત્યુ પામી ત્રીજી નારકીએ ગયા.
અહીં રામ પાણી લઈને આવ્યા ત્યારે ભાઈને મૃત્યુ પામેલે જોઈ અતિશય સ્નેહને લીધે મૂછ ખાઈ, ધરણી ઉપર ઢળી પડયા; પથી સંજ્ઞા પામી અતિરૂણ સ્વરે પોકે પોક મૂકી રડવા લાગ્યા અત્યંત મેહને લીધે, કૃષ્ણનું મૃતક ખાંધે મૂકી ગાંડા માણસની જેમ જયાં ત્યાં ફરવા લાગ્યા. એમ ફરતા ફરતા છ માસ થયા એટલે સિદ્ધાર્થ નામના દેવે ત્યા આવી બલરામને અનેક દષ્ટાન્તથી સમજાવ્યા કે કૃષ્ણ મૃત્યુ પામ્યા છે. પછી બલભદ્રે તેને ઉપકાર માની, કૃષ્ણની દહનક્રિયા કરી પિતે નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી અને રૂડી રીતે પાળી બ્રહ્મદેવલેકે દેવ થયા, ત્યાં ઉત્પન્ન થતાં જ અવધિ જ્ઞાને જોયું તે કૃષ્ણને ત્રીજી નારકીમાં દીઠા. બ્રાસ્નેહથી ક્રિય શરીર કરી ત્યાં આવી કહેવા લાગ્યા “હું તમારો ભાઈ રામ છું અને તમારી રક્ષા કરવા અહીં આવ્યો છું એમ કહી તેમને ઉપાડયા એટલે તે વધુ દુઃખી થવા લાગ્યાં. ત્યારે કણે કહ્યું, “જે કર્મ ઉપાર્જન કરેલા છે તે ભોગવવા પડશે. પૂર્વે નેમિનાથ પ્રભુએ કહ્યું હતું તે હમણાં પ્રત્યક્ષ છે માટે તમે હવે ભરતક્ષેત્રમાં જાઓ અને મારે ત્યાં તિરસ્કાર થાય છે તેને બદલે આપણું પૂજા થાય તેમ કરે” પછી રામ ભરતક્ષેત્રમાં આવી કહેવા લાગ્યા, “હે લકે! તમે અમારી પ્રતિમા કરો પૂજા કરો. અમે બન્ને વિદ્યમાન છીએ. અમે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનારા છીએ. અમે જ દ્વારકા રચી હતી અને પાછી સંહારી પણ અમે જ લીધી” એમ કહી તે પાછા સ્વર્ગમાં