Book Title: Trevis Tirthankar
Author(s): Chimanbhai B Sheth
Publisher: Chimanbhai B Sheth

View full book text
Previous | Next

Page 391
________________ ૩૬૪ કહ્યું. “અત્યારથી જ અમારે શ્રી નેમિનાથનું જ શરણ છે અને અમે ચતુર્વિધ આહારના પચ્ચમાણ કરીએ છીએ.” એમ મનમાં ધર્મ ધ્યાન ઘરતાં અગ્નિમાં બળી ગયાં અને મૃત્યુ પામી રવર્ગમાં ગયાં દ્વારકામાં પ્રભળ અગ્નિ ફેલાયો. તેની જવાળાઓ આકાશમાં પ્રસરી. રામકૃષ્ણ તટસ્થ રહી જેવા લાગ્યા. કૃષ્ણ રામને કહ્યું, “ભાઈ મને ધિક્કાર છે. આ નગરનું રક્ષણ કરવા હું સમર્થ નથી. હવે આપણે શું કરીશું?” રામે કહ્યું, “આ વખતે આપણું ખરા સગાં પાંડવો છે માટે તેમને ઘેર જવું ” કૃષ્ણ કહ્યું. “મેં તેમને દેશ નિકાલની સજા કરી છે, માટે ત્યાં શું મોઢું લઈને જઈએ ?” રામે કહ્યું, “તેઓ એવા સદગુણી છે કે કોઈને અવગુણને કદી સંભારતા જ નથી. માટે ત્યાં જવાથી આપણો સત્કાર થશે” આ પ્રમાણે વિચારી બન્ને ભાઈ પાંડુ મથુરા નગરી જવા માટે નૈઋત્ય દિશા તરફ ચાલ્યા. રસ્તામાં હસ્તીકા નગરમાં તેઓ ગયા. ત્યાં દુર્યોધનને ભાઈ તેમને ઓળખીને તેમને મારવા માટે આવ્યું. તે જોઈ રામકૃષ્ણ તેને પરાભવ કર્યો, પણ પિતાને સગે જાણ તેને જીવતો રહેવા દીધે. ત્યાંથી નીકળી આગળ ચાલતાં કૃષ્ણને ઘણી તરસ લાગી. ત્યારે બળરામ તેમને એક ઝાડ નીચે બેસાડી પાણી લેવા ગયા; એટલે કૃષ્ણ એક પગ બીજા જાનુ ઉપર ચઢાવી, પીળું વસ્ત્ર ઓઢી સુઈ ગયા. એટલામાં જરાકુમાર ફરતા ફરતા ત્યાં આવ્યું. તેણે સુતેલા કૃષ્ણને મૃગ જાણી ચરણ તળમાં તીક્ષ્ય બાણ માર્યું બાણ વાગતાં જ કૃષ્ણ વેગથી બેઠા થઈ બેલ્યા, “મને નિરપરાધીને, છળ કરીને કહ્યા વગર કેણે બાણ માર્યું ?” જરાકુમારે ત્યાં આવીને જોયું તો કૃષ્ણને દીઠા. મહાપશ્ચાતાપ કરે તે જરાકુમાર માટે સ્વરે રૂદન કરવા લાગે. કૃષ્ણ કહ્યું, “ભાઈ, ભવિષ્ય બળવાન છે. હવે તમે અહીંથી ચાલ્યા જાઓ. નહીં તો રામ આવશે તો તમને મારશે

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434