________________
૩૬ર
આવ્યું. તેણે કંડમાંથી મદિરા પીધી. તેના સ્વાદથી હર્ષ પામી, તેમાંથી એક મસક ભરી તે શબકુમાર પાસે લાવ્યા. શાંબકુમારે તે પીધી અને બીજા પણ ઘણા યાદવએ ત્યાં જઈ તે સ્વાદિષ્ટ મદિરા પીધી. પછી ત્યાં તેમણે ક્રીડા કરતા કપાયન ઋષિને છે. તેને જોઈને શબકુમાર બોલ્યા, “આ અમારી નગરીને બાળી નાખનાર છે. માટે એને જ મારી નાંખો.” એટલું કહેતામાં તે સર્વ યાદ તેના ઉપર તુટી પડ્યા. અને મૃતપ્રાય કરી દઈ ત્યાંથી ઘેર આવ્યા કૃષ્ણ આ વાત સાંભળી મનમાં અતિ ખેદ ધરી, બળદેવ સાથે, પાયન પાસે આવ્યા અને દ્વિપાયનને નમ્રવાણી વડે શાન કરવા લાગ્યા, પરંતુ તેને ક્રોધ શમ્યો નહીં અને કહેવા લાગે, “હે. કૃષ્ણ! મેં દ્વારકાને બાળી નાખવાનું નિયાણું કર્યું છે, માટે તમારું સઘળું કહેવું નકામું છે. દ્વારકામાંથી તમારા બે સિવાય કેઈને છૂટકારો થશે નહિ.” પછી કૃષ્ણ, બળદેવ પશ્ચાતાપ કરતા ઘેર આવ્યા બીજે દિવસે કૃષ્ણ નગરમાં ઘોષણા કરાવી કે હવેથી સર્વ લોકોએ ધર્મમાં તત્પર રહેવું. પછી સર્વ જનએ ધર્મ કાર્ય કરવાને આરંભ કર્યો. આ અરસામાં નેમિનાથ પ્રભુ ગિરનાર પર આવી સમે સર્યા.
શાંબ પ્રધુમ્ન વગેરેની દીક્ષા ત્યાં કૃષ્ણ વગેરે વાંદવા ગયા. દેશનાને અને શાંબ, પ્રધુમ્ન, નિષેધ રૂકિમણી, જાંબુવતી વગેરે ઘણાં સ્ત્રી પુરૂષોએ દીક્ષા લીધી. પછી કૃષ્ણના પૂછવાથી પ્રભુએ કહ્યું, “પાયન આજથી બારમે વર્ષે દારક બાળશે.” આ સાંભળી કૃષ્ણ વિચાર કરવા લાગ્યા કે “સમુદ્રવિજય વગેરેને ધન્યવાદ ઘટે છે કારણ કે તેમણે દીક્ષા લઈ સ્વશ્રેય સાધ્યું. મને ધિક્કાર છે કે હું રાજયમાં લુબ્ધ થઈ પડી રહ્યો છું” કૃષ્ણને આવો આશય જાણી પ્રભુ બોલ્યા, “કદીપણ વાસુદેવ દીક્ષા લેતા જ નથી. તેઓ હમેશાં નરકગામી જ હોય છે. તમે પણ અહીંથી