________________
૩૬૭
કેવળજ્ઞાની
૧૫૦૦ પંદરસો મન:પર્યવજ્ઞાની ૧૦૦૦ એક હજાર વાદી
૮૦૦ આઠ શ્રાવક
૧૬૮૦૦૦ એક લાખ ઓગણ
સિત્તેર હજાર શ્રાવિકા
૩૩૯૦ ૦ ૦
ત્રણ લાખ ઓગણ
ચાલીસ હજાર શાસનદેવ
ગમેધ શાસનદેવી
અંબીકા શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં થયેલા શ્રી બ્રહ્મદત્ત
ચકવરી ચરિત્ર-પૂર્વભવ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સાકેતપુર નામે નગર હતું. તે નગરમાં ચંદ્રાવતંસ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને મુનિચંદ્ર નામે એક કુંવર હતો. તેણે સાગરચંદ્ર નામના મુનિ પાસે દીક્ષા લીધી. એક વખત તે મુનિ ગુરુની સાથે વિહાર કરતા ચાલ્યા. માર્ગમાં ભિક્ષા માટે એક ગામમાં ગયા. ભિક્ષા લઈને આવે તે પહેલાં સાથે પ્રયાણ કર્યું. સાથેની પાછળ જતાં મુનિ અટવીમાં ભૂલા પડયા. તેવામાં તેમને ચારગોવાળો મળ્યા. ગોવાળાએ તેમની સારી સેવા કરી એટલે મુનિએ તેમને દેશના આપી. તે સાંભળી ચારે જણે દીક્ષા લીધી અને રૂડી રીતે પાળી. તેમાંથી બે જણે ધર્મની જુગીસા કરી, છતાં તપના પ્રભાવથી તેઓ દેવલોકમાં ગયા.
દેવલોકમાંથી ચ્યવી તે બન્ને ગોવાળે જીવદશપુર નગરમાં એક બ્રાહ્મણની દાસીની કુક્ષિ વિષે યુગલપુત્રપણે ઉત્પન્ન થયા. યૌવન વય પામતા પિતાની આજ્ઞાથી તેઓ ક્ષેત્રની રક્ષા કરવા ગયા.