________________
૩૫૯
ક્ષીણ થયું.” પછી પ્રભુ પાસે જઈ પૂછયું, “ભગવાન મારૂં અંતરાયકર્મ ક્ષીણ થયું કે નહિ ?” પ્રભુ બોલ્યા, “કૃષ્ણ તને વંદન કર્યું તેથી. ભિક્ષા મળી છે. હજી તારૂં અંતરાયકર્મ ક્ષીણ થયું નથી. ઢંઢણ ભિક્ષા નિર્જીવ ભૂમિ પર પાઠવવા લાગ્યા. તે વખતે “અહ”
ના પૂર્વે પાજીત કર્મોને ક્ષય થે બહુ મુશ્કેલ છે, એમ વિચારતાં તે મુનિને કેવળજ્ઞાન ઉત્પન થયું.
રાજીમતી અને રથનેમિ એક વખત સાવી રાજીમતી સાધ્વીઓ સાથે પ્રભુને વંદન કરવા ગિરનાર પર જતી હતી. માર્ગમાં અતિશય વરસાદ થવાથી બીજી સાવીઓ જુદે જુદે સ્થાને વીખરાઈ ગઈ. વરસાદના જળથી ભીંજાયેલા વસ્ત્રવાળી રામતી પણ જલના ઉપદ્રવ રહિત સ્થાન ને શોધતી હતી એવામાં એક ગુફા જોઈ તેમાં દાખલ થઈ. અને તે ગુફામાં પહેલેથી દાખલ થયેલે રથનેમિને ન જોવાથી તેણે પોતાનાં ભીંજાયેલા વસ્ત્રો સુક્વવાને ચારે તરફ નાખ્યાં. દેવાંગનાઓના રૂપની પણ હસી કરનારા સૌન્દર્યવાળી અને સાક્ષાત કામદેવની સ્ત્રી જેવી અતિસુંદર રાજીમતીને વસ્ત્ર રહિત જઈ કામાતુર થયેલા રથનેમિ તે વખતે પોતાનું મુનિપણું ભૂલી ગયા. શ્રી નેમિનાથથી તિરરકાર પામેલા કામદેવે તે વૈરનો બદલો તેમના ભાઈ રથનેમિ ઉપર લીધે અને કામ વિધવલ બનેલા રથનેમિ કુલ લજજા તથા ધીરજ છોડી રામતીને કહેવા લાગ્યા, “હે સુંદરી! સર્વ અંગના ભેગસંગને યેગ્ય અને સૌભાગ્યને ખજાના રૂપ એવા આ તારા અનુપમ દેહને તું તપસ્યા કરી શા માટે શેષવી નાખે છે? તારી ઈચ્છાથી તું અહીં આવ, આપણે જન્મ સફળ કરીએ; અને પછી છેવટની અવસ્થામાં આપણે બંને તપવિધિ આચરણું. “આવા વચન સાંભળી અને રથનેમિને જોઈ મહાસતી રાજીમતીએ તકાળ