________________
૩૫૪
ઘણી દુર્ગધ ફેલાતી હતી અને લેકે દૂરથી પણ તે સહન કરી શક્તા નહિ. તે શ્વાનને જોઈ કૃષ્ણ કહ્યું, “આ કૃષ્ણવણીશ્વાનના મુખમાં પાંડુવર્ણ દાંત કેવા અત્યન્ત શોભે છે?” પછી પેલા દેવે ચાર થઈ કૃષ્ણના અશ્વરત્નને હરી લીધું, તેની પાછળ કૃષ્ણના અનેક સૌનિકો દોડ્યા. તેમને પણ તે દેવે જીતી લીધા એટલે કૃષ્ણ પિતે દેડી, તેની નજીક જઈ બોલ્યા, “અરે ચોર! મારા અથરત્નને છોડી દે.” દેવે કહ્યું, “મને યુદ્ધમાં જીતીને અશ્વ ” “કૃણે કહ્યું, “તું રથમાં બેસ, કારણ કે હું થી છું.” દેવે કહ્યું, “મારે રથ કે હાથી વગેરેની કોઈ જરૂર નથી; મારી સાથે યુદ્ધ કરવું હોય તે બાહુ (પાદ) યુદ્ધથી યુદ્ધ કરો.” કૃષ્ણ કહ્યું “જા, અશ્વ લઈ જા, હું હાર્યો, કેમકે કદી સર્વસ્વને નાશ થાય તે પણ હું અધમ યુદ્ધ કરવાને નથી” આ સાંભળી તે દેવ સંતુષ્ટ થયો અને કૃષ્ણને વરદાન ભાગવાનું કહ્યું, કૃણે કહ્યું, “હમણાં મારી દ્વારકાપુરી રોગના ઉપસર્ગથી વ્યાપ્ત છે, તે તેની શાન્તિ માટે કંઈક આપો” પછી દેવતાએ કૃષ્ણને એક ભેરી નગાડું). આપી કહ્યું, “આ ભેરી છે છ માસે તમારે નગરીમાં વગડાવવી આન શબ્દ સાંભળવાથી પૂર્વના ઉત્પન્ન થયેલા સર્વવ્યાધિ અને ઉપસર્ગો નાશ પામશે અને છ માસ પત નવા વ્યાધિ વગેરે ઉપસર્ગ થશે નહિ” આ પ્રમાણે કહી તે દેવ સ્થાને ગયે.
શ્રીકૃષ્ણ છ છ મહિને આ ભેરી વગડાવતા અને દ્વારિકા નિરુપદ્રવ રાખતા. પણ ભેરી પાલકને લોભ લાગે; તેણે ભેરીના ટુકડા દ્રવ્ય લઈ બીજાને વેચી તેને સ્થાને બનાવટી ટુકડા જોડયા. આમ જતે દિવસે ભેરી નકામી નીવડી. શ્રીકૃષ્ણને આની ખબર પડતાં તેને નાશ કર્યો અને અઠમ તપ કરી બીજી ભેરી મેળવી. ધવંતરી અને વિતરણું વૈદ્ય
કૃષ્ણ ધવંતરી અને વૈતરણી નામના બે વૈદ્યોને વ્યાધિની