________________
૩૫ર આજ્ઞા લઈ, સાયંકાળે રમશાનમાં જઈ, કાઉસગધ્યાને રહ્યા. તેવામાં કાંઈક કારણે બહાર ગયેલા સેમશર્મા બ્રાહ્મણે તેમને દીઠા. તેમને જેઈ સોમશર્માએ ચિંતવ્યું, “આ ગજસુકુમાર ખરેખરે પાખંડી છે તેને દીક્ષા લેવાને વિચાર હતો છતાં મારી પુત્રીને દુઃખી કરવા જ તેને પર” આમ ચિંતવી સોમશર્માએ બળતી ચિતાના અંગારાથી પૂરેલી એક ઘડાની ઠીબ તેના માથા ઉપર મુકી તેનાથી અત્યંત દુઃખ થયા છતાં પણ ગજકુમારે તે સર્વ સમાધિપૂર્વક સહન કર્યું તેથી એ મુનિના કર્મ રૂપ સર્વ ઇંધન બળીને ભરમ થઈ ગયા અને તત્કાળ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આયુષ્ય પૂર્ણ થવાથી તે મુનિ મેક્ષે ગયા.
સવારમાં કૃષ્ણ ગજસુકુમાળ મુનિને વાંદવા નેમિનાથ પ્રભુ પાસે આવ્યા અને પૂછયું, “મારે ભાઈ ક્યાં છે? પ્રભુએ સર્વ વૃત્તાન્ત કહ્યું એટલે કૃષ્ણ મૂર્ણિત થયા. થોડીવારે સંજ્ઞા પ્રાપ્ત થતાં પૂછયું, “મારે સોમશર્માને શી રીતે ઓળખવે ” પ્રભુએ કહ્યું, “એ સોમશર્માની ઉપર તમે ક્રોધ કરશો નહિ, કારણ કે તમારા ભાઈને સદ્ય મેક્ષ પ્રાપ્ત થવામાં તે સહાયકારી છે. હવે તમારે તેને ઓળખ હોય તે અહીંથી પાછા વળીને નગરીમાં પ્રવેશ કરતાં, તમને જોઈ, જે મસ્તક ફાટીને મરણ પામે, તેને તમારા ભાઈને વધ કરનાર જાણી લેજો.” પછી કૃષ્ણ પોતાના ભાઈનો ઉત્તર સરકાર કર્યો. ત્યાંથી ખેયુક્ત ચિત્તે પાછા વળીને દ્વારકા નગરીમાં પેસતાં તેમણે પેલા સોમશમાં બ્રાહ્મણને મસ્તક ફાટીને મરી જતો જોયે; એટલે તત્કાળ દેરડા બાંધી, માણસની પાસે આખી નગરીમાં ફેરવાવી, ગીધ વગેરે પક્ષીઓને નવું બલિદાન આપવા માટે બહાર ફેંકાવી દીધે.
ગજકુમાલના શેથી પ્રભુની પાસે ઘણા યાદવેએ અને