________________
૩૩૮ કેટલીક સ્ત્રીઓ પુપના દડાઓથી પ્રભુને વક્ષરથલમાં મારવા લાગી કેટલીક સ્ત્રીઓ હૃદયભેદી તીક્ષણ કટાક્ષ બાણ ફેકવા લાગી; અને કામલાના વિલાસમાં ચતુર એવી કેટલીક સ્ત્રીઓ મશ્કરી વડે વિસ્મય પમાડવા લાગી. પછી તે બધી સ્ત્રીઓ એકઠી મળી પ્રભુને વ્યાકુળ કરવા માટે સુવર્ણાદિની પીચકારીઓમાં સુગંધી જળ ખૂબ ભરી ભરીને છાંટવા લાગી અને રમતમાં તમય બની ગયેલી સતત પરસ્પર હસવા લાગી. એટલામાં આકાશવાણી થઈ કે “હે સ્ત્રીઓ ! તમે ભોળી છે, કેમકે આ પ્રભુને તે બાળપણમાં પણ ચોસઠ ઈંદ્રોએ જન પ્રમાણ પહેલા મુખવાળા મેટા હજારે કળશથી મેરૂ પર્વત ઉપર અભિષેક કર્યો હતો, તે પણ તે પ્રભુ જરા પણ વ્યાકુળ થયા ન હતા; તે પછી તમે પ્રભુને કમ વ્યાકુળ કરી શકશો ?” પછી નેમિકુમાર પણ કૃષ્ણને તથા તે સર્વ ગોપીએને જળ છાંટવા લાગ્યા તથા પુના દડા મારવા લાગ્યા. એવી રીતે જળક્રીડા કરી રહ્યા બાદ સરેવરને કાંઠે આવી. શ્રી નેમિકુમાર ને સુવર્ણના સિંહાસન પર બેસાડી, બધી ગેપીએ ચારે તરફથી ઘેરીને ઊભી રહી. કૃષ્ણની પટરાણુઓએ પ્રભુને પરણવા માટે મનાવવા કરેલા પ્રયત્ન.
તેઓમાંથી રૂમિણ બોલી “હે નેમિકુમાર ! અત્યંત સમર્થ એવા તમારા ભાઈ તે બત્રીસ હજાર સ્ત્રીઓ પરણ્યા છે, છતાં તમે આજીવિકા ચલાવવાના ભયથી ડરીને કાયર બની એક પણ કન્યા પરણતા નથી તે અયુક્ત છે જે તમારી પત્નીનું ભરણપોષણ તમારાથી નહિ થાય તે જેમ તમારા ભાઈ પોતાની બત્રીસ હજાર સ્ત્રીઓનું ભરણપોષણ કરે છે. તેમ તમારી પત્નીનું ભરણપોષણ જરૂર કરશે તેની ચિન્તા કરશો નહિ.”
ત્યાર પછી સત્યભામા બોલી, “sષભદેવ વગેરે તીર્થકરોએ