________________
૩૨
સહિત વિચારવા લાગી, શું આ પાતાલકુમાર છે? અથવા શુ શાક્ષાત્ કામદેવ છે ? અથવા શુ' સુરેન્દ્ર છે ?, અથવા શુ મારા પુણ્યના સમૂહ આ મૂર્તિમાન થઇને આવ્યે છે ? જે વિધાતાએ સૌભાગ્ય પ્રમુખ ગુણાથી ભરેલા આવા અનુપમ વરને બનાવ્યા છે, તે વિધાતાના હાથનું હું હથી લુ ંછણું કરૂ છું. આવી રીતે નેમિકુમાર સાથે એડ્ડી ટસે જોઇ રહેલી રાજીમતીને અભિપ્રાય જાણી મૃગલાચનાએ પ્રીતિપૂર્વક હાસ્યથી કહ્યું, “ચંદ્રાનના ! જોકે આ વર ગુણાથી સપૂર્ણ છે. છતાં તેમાં એક દુષણુતા છે જ; પણ વરની અથી એવી રાજીમતીના સાંભળતાં તે કહી શકાય નહિ” ત્યારે ચંદ્રાનના બેાલી ૐ, “સખી મૃગલેાચના ! મેં પણ તે જાણ્યુ છે, પરન્તુ અત્યારે તેા મૌન જ ઉચિત છે” આવી રીતે પેાતાની જ ઉપર હાંસી કરતી સખીઓની વાત સાંભળી લજ્જાએ કરી પેાતાનુ... મધ્યસ્થપણું દેખાડતી ખેાલી, “ હૈ સખી ! જગતમાં અદ્ભૂત ભાગ્ય વડે ધન્ય એવી કાઇ પણ કન્યાના આ ભર્તાર હૈ।, પરન્તુ સમગ્ર ગુણા વડે સુંદર એવા આ વરમાં દુષણ કાઢવું એ તા દુધમાંથી પેારા કાઢવા જેવુ છે જેમ ક્ષીર સમુદ્રમાં ખારાશ, કલ્પવૃક્ષમાં દુર્ગંધ, સૂર્ય માં અન્ધકાર, સુવર્ણ માં શ્યામતા, લક્ષ્મીમાં દારિદ્ર અને સરસ્વતીમાં મૂર્ખતા કદાપિ સભવે નહિ, તેમ અનુપમ વરરાજામાં એક પણ દુષણ સંભવતું જ નથી તે સાંભળી બન્ને સખીએ વિનેદપૂર્વક ખેાલી, “ હૈ રાજીમંતિ ! પ્રથમ તે! વર ગૌરવ વાળા જોવાય, બીજા ગુણ્ણા તેા પરિચય થયા પછી જણાય; પણ આ વરમાં તા તે ગૌરપણુ કાજળના રંગ જેવું દેખાય છે આ વર સર્વ ગુણ સોંપન્ન હોવા છતાં તેમાં રહેલું શ્યામતા રૂપી એક દુષણ તેના બધા ગુણાને ઢાંકી દે છે.” તે સાંભળી રાજીમતી બન્ને સખીએ પ્રતે ઇર્ષાસહિત બેાલી. “હું સખી! આજ સુધી મને