________________
૩૪૦
ત્યાર પછી
સ્ત્રી વગર બીજું ક્રાણુ કરે ? અને સ્ત્રી વગરના પુરૂષ શાભા શી રીતે પામે? માટે હૈ દિયર ! સમજો, સમજો અને પરણીને ગૃહસ્થાવાસ શાભાવેા ” આવી રીતની બીજી પણ ગેાપીએની વાણીની યુક્તિએથી અને યદુઓના આગ્રહથી મૌન રહેલા પ્રભુને જરા હસતા મુખથી જોઇ અનિષિદ્ધમ્ અનુમતમ એટલે નિષેધ કર્યાં નહિ માટે માન્યું છે એવા ન્યાયથી તે ગેાપીઓએ હર્ષિત થઇ ઊંચે સ્વરે ઉદ્ઘોષણા કરી કે ‘નૈમિકુમારે લગ્ન કરવાનુ` રવીકાર્યું કૃષ્ણવાસુદેવે ઉગ્રસેન રાજા પાસે જઇ નેમિકુમાર માટે તેની પુત્રી રાજીમતીનું માગું કર્યું" ઉગ્રસેને ધણા જ હર્ષથી તે સ્વીકાર્યું. કૃષ્ણે તુરત સમુદ્રવિજય પાસે આવી તે ખબર આપ્યા. તે સાંભળી ખુશી થયેલા મહારાજા સમુદ્રવિજય બેાલ્યા, હે વત્સ! તમારી પિતૃ ભક્તિ અને ભ્રાતૃવાત્સલ્ય જોઇ મને ધણા હર્ષ થાય છે. વળી તમે નેમિકુમારને વિવાહ કરવાનું કબૂલ કરાવી અમારી હંમેશાંની ચિંતા દૂર કરી છે” પછી મહારાજા સમુદ્રવિજયે જયાતિષીને મેાલાવી લગ્નના શુભ દિવસ પૂછ્યા. જ્યાતિષી એક્લ્યા, “ હૈ મહારાજ ! વર્ષાકાળમાં બીજા પણ શુભ કાર્યો કાઇ કરતું નથી. તે। પછી ગૃહસ્થાનું મુખ્ય કાર્યાં જે વિવાહ તેની તા વાત જ શી કરવી ? '' સમુદ્રવિજય બાલ્યા, “હું જ્યોતિષી ! આ વખતે જરાપણ કાલક્ષેપ કરવા ચેાગ્ય નથી, કારણ કે કૃષ્ણે ધણી મહેનતે નેમિકમારને વિવાહ માટે મનાવ્યા છે; માટે વિવાહમાં વિઘ્ન ન થાય એવા નજીકને દિવસ ઢાય તે કહેા” જોષીએ શ્રાવણ સુદ છઠને દિવસ કહ્યો. પછી એ તિથિ ઉગ્રસેન રાજાને પણ કહેવરાવી. બન્ને ઠેકાણે વિવાહ ચેાગ્ય સામગ્રી તૈયાર થવા લાગી. કૃષ્ણે આખા શહેરને શણગારી સ્વર્ગ સમાન સુશોભિત બનાવી દીધું. લગ્નને દિવસે શ્રી નેમિકનારને ઉગ્રસેનને ઘેર લઈ જવાને તૈયાર કર્યા. ઉત્તમ શંગાર યુક્ત બનેલા