________________
૩૪૩
ભ્રમ હતો કે તમે મહાચતુર અને ડહાપણવાળી છો, પણ મારે તે ભ્રમ અત્યારે ભાંગી ગયો છે, હવે તમે સાવધાન થઈને સાંભળો શ્યામપણામાં અને શ્યામવરતુને આશ્રય કરવામાં ગુણ રહેલે છે, તથા ગૌરપણામાં તો કેવળ દોષ રહે છેકેમ કે ભૂમિ, ચિત્રવેલી, અગર, કરતુરી, મેઘ, આંખની કીકા, કેશ, મશા અને રાત્રિ; એ સર્વ વરતુઓ શ્યામ રંગની છે, પણ મહા ફળવાળી છે, નેત્રમાં કીકી કપુરમાં અંગારો ચન્દ્રમાં ચિન્હ, ભેજનમાં મરી અને ચિત્રમ રેખા; એ સર્વે કીકી પ્રમુખ શ્યામ પદાર્થો નેત્રાદિ પદાર્થોને ગુણના હેતુભૂત છે. વળી કેવળ ગરપણામાં અવગુણ રહેલા છે દા. ત. લવણ ખરૂં છે, હમ દહન કરે છે, અતિ સફેદ શરીરવાળે રોગી હેય છે અને ચૂનો પરવશ ગુણવાળો છે પશુઓને આર્તસ્વર સાંભળી નેમિનાથનું પાછા ફરવું
અહીં નેમિનાથે આવતાં આવતાં પ્રાણુઓને કરૂણ રવર સાંભળ્યો. તેથી તેમણે સારથિને પૂછયું, “આ શું સંભળાય છે?” સારથિએ કહ્યું, “આ તમારા વિવાહમાં ભોજનને માટે વિવિધ પ્રાણુઓ લાવેલા છે. મેંઢા વગેરે ભૂમિચરો, તેતર વગેરે ખેચરે અને ગામડાનાં તથા અટવીનાં પ્રાણીઓ અહીં ભજન નિમિત્તે પંચ પાળશે. તેઓને રક્ષોએ વાડામાં પૂરેલાં છે, તેથી તેઓ ભયથી પિકાર કરે છે, કારણ કે સર્વ જીને પ્રાણવિનાશને ભય મોટામાં મટે છે.” પછી દયાવીર નેમિપ્રભુએ સારથિને કહ્યું,
યાં એ પ્રાણીઓ છે ત્યાં મારે રથ લઈ જા.” સારથીએ તત્કાળ તેમ કર્યું એટલે પ્રભુએ પ્રાણનાશના ભયથી ચક્તિ થઈ ગયેલાં વિવિધ પ્રાણીઓ ત્યાં જોયાં. કોઈને દેરડાથી ગ્રીવામાં બાંધેલાં હતાં,
ઈને પગે બાંધ્યાં હતાં, કેઈને પાંજરામાં પૂર્યા હતા અને કેઈને પાશમાં નાખેલાં હતાં. ઊંચા મુખવાળાં, દીન નેત્રવાળાં અને