________________
૩૪૧
પ્રભુ ત અથવાળા રથ ઉપર આરૂઢ થયા. પ્રભુને મસ્તકે ઉત્તમ છત્ર ધરવામાં આવ્યું. બન્ને પડખે ચાર વીંઝાવા લાગ્યા. અના હણહણાટથી દિશાઓને ગજાવી રહેલા કુમારે પ્રભુની આગળ ચાલ્યા. બન્ને પડખે રાજાએ હાથી ઉપર બેસી ચાલવા લાગ્યા. પછવાડે સમુદ્રવિજયાદિ દશાહે, કૃષ્ણ, બલભદ્ર વગેરે પરિવાર હતો ત્યારબાદ મહામુલ્યવાળી પાલખીઓમાં બેસી શિવાદેવી માતા, સત્યભામા વગેરે અંતઃપુરની સ્ત્રીઓ તથા બીજી સ્ત્રીઓ મંગળગીત ગાતી ગાતી ચાલી આવી રીતે મેટી સમૃદ્ધિયુક્ત બનેલા શ્રી નેમિકુમારે આગળ ચાલતા સારથીને પૂછયું, “મંગલના સમુહથી વ્યાપ્ત આ સફેદ મહેલ કોને છે? “સારથીએ કહ્યું, “કૈલાસના શિખર જેવો સફેદ મહેલ આપના સસરા ઉગ્રસેન રાજાને છે, અને આપની પત્ની રામતીની ચંદ્રાનને તથા મૃગલોચના નામની સખીઓ પરસ્પર વાતચીત કરી રહી છે. તે વખતે શ્રી નેમિકુમારને જોઈ મૃગલીનાએ ચંદ્રાનના કહ્યું, “હે ચંદ્રાનના! સ્ત્રી વર્ગમાં એક રાજીમતી જ પ્રશંસા મેગ્ય છે, કારણ કે તેને આ સુંદર વાર પરણશે, ત્યારે ચંદ્રાનના મૃગલોચનાને કહેવા લાગી, “હે સખી ! વિજ્ઞાનને વિષે ચતુર એ વિધાતા આવા અદ્ભુત રૂપથી મનહર એવી રામતીને બનાવી જે આવા ઉત્તમ વરની સાથે તેને મેળાપ ન કરાવે તો તે શી પ્રતિષ્ઠા પામે ?”
વાજીંત્રોના શબ્દ સાંભળી રાજીમતી પણ માતાના ઘરમાંથી સખીઓ પાસે આવી અને બોલી, “હે સખીઓ ! આડંબર સહિત આવતા કોઈ વરરાજાને જેમ તમે જોઈ રહી છે તેમ શું હું પણ જોવા ન પામુંએ પ્રમાણે કહી બળથી તે બન્ને સખીઓની વચ્ચે ઊભી રહી. રવાભાવિક સૌન્દર્યથી શોભી રહેલા અને રત્નજડિત આભૂષણોથી દેદીપ્યમાન બનેલા નેમિમારને જોઈ રાજીમતી આશ્ચર્ય