________________
૩૪૭ પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું ત્યારે પિતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાને અવસર જણાવવા માટે લકાંતિક દેવોએ પ્રભુને કહ્યું, “હે સમૃદ્ધિશાલી! આપ જ્ય પામે, જય પામે. હે કલ્યાણવંત! આપ જ્ય પામે, જ્ય પામે. હે કામદેવને જીતનારા અને સમરત જતુઓને અભયદાન દેનારા પ્રભુ! આપ જયવંતા વર્તે, અને હંમેશાંના મહેત્સવ માટે આપ ધર્મતીર્થ પ્રવર્તા” દીક્ષા
પોતાને દીક્ષા કાળ નજીક જાણું પ્રભુએ વાર્ષિકદાન આપ્યું. પછી ઉત્તરકુરૂ શિબિરમાં આરૂઢ થઈ રૈવતગિરિના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા અને શ્રાવણ સુદ છઠના દિવસે, ચિત્રા નક્ષત્રમાં એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. છઠ તપનું પારણું વરદત્ત બ્રાહ્મણને ત્યાં લીરાનથી કર્યું. પંચદિવ્ય પ્રગટ થયાં વરદત્તે પારણાના રથાને રત્નપીઠીક રચાવી. પછી બાલબ્રહ્મચારી નેમિપ્રભુએ ત્યાંથી અપ્રતિબદ્ધપણે જગતમાં વિહાર આરંભે રથનેમિને વૃત્તાન્ત
શ્રી નેમિનાથ પ્રભુએ દીક્ષા લીધા પછી તેમને અનુજબંધુ રથને રામતીને જોઈ કામાતુર થયે. તેથી તે હંમેશાં રાજમતીને અપૂર્વ વતુ ઓ મોકલવા લાગ્યું. રાજીમતી એમ માનતી હતી કે રથનેમિ વડીલબંધુના નેહને લીધે મારી ઉપાસના કરે છે અને રથનેમિ એમ માનતા કે રાજીમતી મારા ઉપરના રાગને લીધે મારી સેવા સ્વીકારે છે. શુભ આશયથી રાજીમતી તેને ઘેર જતી હતી ત્યારે રથનેમિ ભેજાઈની મશ્કરી કરતો. એક વખત તેઓ એકાંતમાં, હતાં ત્યારે રથનેમિએ કહ્યું, “હું તને પરણવા તૈયાર છું છતાં તું શા માટે વૃથા યૌવન ગુમાવે છે? મારો ભાઈ તે ભોગથી અજ્ઞાત,