________________
૩૩૬ ભ પામી ગયા. હાથીઓ બંધન તંભને ઉખેડી, સાંકળે તોડી ઘરોની પંક્તિને ભાંગતા નાસવા લાગ્યા, કૃષ્ણના ઘોડાઓ બંધને તોડી અશ્વશાળામાંથી નાઠા આખું શહેર બહેરું બની ગયું નગરજને ત્રાસ પામ્યા અને શસ્ત્રશાળાના રક્ષકે મૃત થયા હોય તેમ પડી ગયા. આવા પ્રકારનો શંખ વનિ સાંભળી, “કેઈ શત્ર ઉત્પન્ન થયે જણાય છે એવા વિચારથી વ્યાકુળ ચિત્તવાળા કૃષ્ણ તુરત આયુધ શાળામાં આવ્યા. ત્યાં શ્રી નેમિકુમારને દેખી આશ્ચર્ય પામ્યા. પછી પિતાના ભુજાના બળની તુલના કરવા માટે કૃષ્ણ નેમિકુમારને કહ્યું, “હે બધુ! આપણે બળની પરીક્ષા કરીએ.” નેમિકુમારે તેમ કરવા સ્વીકાર્ય એટલે કૃષ્ણ નેમિકુમાર સાથે મલ્લના અખાડામાં આવ્યા. પ્રકૃતિથી દયાળુ એવા નેમિકુમારે વિચાર્યું કે
જો હું છાતીથી, ભુજાથી કે ચરણથી કૃષ્ણને દબાવીશ તો તેના શા હાલ થશે ? તેથી જેવી રીતે તેને અનર્થ ન થાય, અને મારી ભુજાના બળને જાણે, તેવી રીતે કરવું યોગ્ય છે” આ પ્રમાણે વિચાર કરી નેમિકુમારે કૃષ્ણને કહ્યું “વારંવાર પૃથ્વી પર આળોટવા વાળુ મલ્લયુદ્ધ આપણને ન શોભે. છતાં બળની પરીક્ષા કરવી હોય તે એક બીજાના હાથ વાળવાનું રાખીએ” કૃષ્ણ વાત રવીકારી ને તુરત પિતાની ભુજા લાંબી કરી. કૃષ્ણ લાંબા કરેલા બાહુને નેમિકુમારે તે નેતરની લતાની પેઠે અથવા કમળના નાળચાની પિઠ લીલામાત્રમાં તુરત વાળી નાખે. પછી નેમિકુમારે પિતાની વામ ભુજા ધરી રાખી. તે વખતે કૃષ્ણ તે વૃક્ષની શાખા જેવા શ્રી નેમિનાથ બાહુને વિષે વાંદરાની પેઠે લટકી રહ્યાં અને એ રીતે પિતાનું નામ હરિ (વાંદરો) યથાર્થ કર્યું.
કૃષ્ણ પોતાનું બળ ઘણુ રીતે અજમાવ્યું, છતાં પ્રભુના ભુજા દંડને જરા પણ નમાવી શક્યાં નહિં. છેવટે પ્રભુને બાહુ સ્તંભ