________________
૩૩૫ વર્તવાથી આનંદપુર નામે પ્રસિદ્ધ થયું. શ્રીકૃષ્ણ તેની નજીક શંખપુર નામનું નવીન નગર વસાવી ત્યાં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર કરાવ્યું. તે મંદિર શંખેશ્વર પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધ થયુ પછી રહ્યું હું સમગ્ર ભરતાઈ કૃણે છ માસમાં જીતી લીધું અને કોટિ શિલા ઉપાડી. પછી શ્રીકૃષ્ણને અર્ધચક્રીપણાને અભિષેક રાજાઓએ કર્યો.
પ્રભુ શ્રી અષ્ટનેમિ ચરિત્ર
શ્રી નેમિનાથ ભગવાન દ્વારિકામાં રામ, કૃષ્ણ, શિવાદેવી, સમુદ્રવિજય વગેરેને આનંદ પમાડતા વૃદ્ધિ પામવા લાગ્યા. આમ અનુક્રમે ભગવાન યૌવન વયને પામ્યા અને દશધનુષ્યની ઊંચાઈવાળા થયા. યૌવન વય પામેલા પ્રભુને માતાપિતા બાંધે અને કૃષ્ણબળદેવ વગેરે સૌ પરણવાની પ્રાર્થના કરતા હતા પણ ભગવાન તે વાત ન સાંભળી હોય તેમ ગણકારતા ન હતા.
વૈરાગ્ય રસથી ભીંજાયેલ અંતઃકરણવાળા શ્રી નેમિકુમાર કૌતુક રહિત હતા, છતાં એક વખત મિત્રો સાથે ક્રીડા કરતા કરતા પ્રભુ કૃષ્ણવાસુદેવની આયુધશાળામાં ગયા ત્યાં કૌતુક દેખવાને ઉત્સુક થયેલા મિત્રોની વિનંતીથી શ્રી નેમિકુમારે કૃષ્ણના ચકને આંગળીના અગ્રભાગ ઉપર કુંભારના ચાકડાની પેઠે ફેરવ્યું, ધનુષ્યને સહેલાઈથી નમાવ્યું, કૌમુદિકી નામની ગદાને લાકડીની પેઠે ઉપાડી પોતાના ખભા ઉપર રાખી, અને પાંચ જન્ય નામના શંખને પિતાના મુખ પર ધરી પૂર્યો (વગાડ). તત્કાળ શંખનાદે આકાશ અને ભૂમિને પુરી દીધાં પર્વતના શિખરે અને મહેલે કંપાયમાન થયા. કૃષ્ણ, રામ અને દશદશાહે