________________
૩૩૩ બે સ્ત્રીઓ પરણે. કુંતીથી તેને યુધિષ્ઠિર, ભીમુ અને અર્જુન નામે ત્રણ પુત્રો થયા અને માદ્રીથી નકુલ અને સહદેવ નામે બે પુત્ર થયો.
એક વખત દ્રપદ રાજાએ દ્રૌપદીને સ્વયંવર ર. આ સ્વયંવરમાં, રામ, કૃષ્ણ, પાંડુ તેના પાંચ પુત્રો વગેરે ઘણુ રાજાઓએ અને રાજકુમાર પધાર્યા. દ્રૌપદીએ પૂર્વભવના કમથી પ્રેરાઈને પાંચે પાંડના કંઠમાં વરમાળા નાખી. રાજાઓ અને રાજકુમાર આશ્ચર્ય પામ્યા અને બોલી ઊઠયા, “એક કુમારી ભર સભામાં પાંચ પતિને વરે એ મોટું કૌતુક છે.
ૌપદીને પૂર્વભવ
આ અરસામાં ચારણમુનિ પધાર્યા. તેમને રાજાઓએ પૂછ્યું, “આ દ્રૌપદી પાંચ પતિને કેમ વરી?” મુનિ બેલ્યા તેમાં પૂર્વ-. ભવ કારણ રૂપ છે. પૂર્વભવમાં આ દ્રૌપદી નાગશ્રી નામે સ્ત્રી હતી. તેણે મુનિને કડવું તુંબડું પહેરાવ્યું હતું અને તેથી તે મૃત્યુ પામી નરમાં જઈ સાગરદત્ત શેઠને ત્યાં સુકુમારિકા નામે પુત્રી થઈ. તેને જિનદત્તના પુત્ર સાગર સાથે પરણાવવામાં આવી. સાગર તેને સ્પર્શ કરતાં અગ્નિની પેઠે દાઝ અને આવાસ છોડી નાઠા. આ પછી એક ભિખારીને સુકુમારિકા સેંપી પણ ભિખારી બે, હું ભીખ માગીશ પણ આને તે સ્પર્શ નહિ કરૂ” પછી સુકુમારિકાએ દીક્ષા લીધી અને ઉગ્ર તપ આવ્યું. તપ દરમ્યાન એક વેશ્યાને પાંચ પુરુષથી સેવાતી દેખી નિયાણ બાંધ્યું કે “હું આ તપના પ્રભાવથી આવતા ભવમાં પાંચ પતિવાળી થાઉં. “સુકુમારિકા આલોચના વગર મૃત્યુ પામી આ દ્રૌપદી થઈ છે અને પૂર્વભવના નિયાણ મુજબ પાંચ પતિને વરી છે”