________________
૩૩૧ શબને બોલાવે ત્યારે તે એક કાકને ખીલે ઘડતે ઘડતે ત્યાં આવ્યું. કૃષ્ણ ખીલે ઘડવાનું કારણ પૂછ્યું ત્યારે તે બોલ્યો, “જ ગઈ કાલની મારી વાત કરશે તેના મુખમાં આ ખીલે નાખવો છે તેથી આ ખીલે ઘડું છું.” આથી કૃષ્ણને ક્રોધ ચઢયે અને શાબને નગર બહાર કાઢી મૂક્યો.
સત્યભામાએ ભીરૂકને માટે પ્રયત્ન કરી નવાણુ કન્યાઓ મેળવી પછી સો પૂરી કરવા એક કન્યાની તપાસ કરવા લાગી. આ ખબર પ્રજ્ઞપ્તિ વિદ્યા વડે જાણ પ્રધુને વિદ્યા બળથી એક મોટી સેના વિકવી અને પોતે જિતશત્રુ નામે રાજા થે. શાંબ દેવકન્યા જેવું રૂપ કરી તેની કન્યા બન્ય. એક વખતે સખીઓ સાથે ક્રીડા કરતી તે કન્યાને ભીરૂકની ઘારીમાતાએ દીઠી એટલે તે હકીકત ધાત્રીએ સત્યભામાને કરી. સત્યભામાએ દુત મોકલી જિતશત્ર રાજા પાસે તેની માગણી કરી. જિતશત્રુ રાજાએ દૂતને કહ્યું, “જે સત્યભામાં હાથે પકડીને મારી કન્યાને 4 રિકા લઈ જાય અને વિવાહ વખતે ભીરૂના હાથની ઉપર મારી કન્યાનો હાથ મૂકે, તો હું મારી કન્યા તેને આપું.” સત્યભામાએ જિતશત્રુ રાજાની શરત સ્વીકારી તેની છાવણીમાં આવી. તે વખતે શબે પ્રજ્ઞપ્તિ વિધાને કહ્યું, “આ સત્યભામા અને તેનો પરિજન મને કન્યારૂપે દેખે અને બીજા નગરજને શાંબરૂપે એમ કર.” એટલે પ્રજ્ઞપ્તિએ તેમ કર્યું. પછી સત્યભામાએ શબને દક્ષિણ હાથે પકડી દ્વારિકામાં પ્રવેશ કરાવ્યો. શાંબ સત્યભામાને મહેલે ગયે. ત્યાં તેણે કપટબુદ્ધિથી પાણીગ્રહણ સમયે જીરૂકના દક્ષિણ કર ઉપર પોતાને વામ કરી રાખ્યો અને નવાણું કન્યાઓના ડાબા હાથ ઉપર પોતાને જમણો હાથ રાખે. તે રીતે શાબે વિધિપૂર્વક અગ્નિની પ્રદક્ષિણા કરી. વિવાહ થઈ રહ્યા