________________
ઉર્ડર પછી ભીરૂક વૈરાગૃહમાંગ, એટલે શબે ભ્રકુટી ચડાવી બીવરાવ્યો. જેથી તે નાસી ગયો. તેણે આવીને સત્યભામાને તે વાત કહી, પણ સત્યભામાએ માની નહિ. પછી પોતે જાતે આવી ત્યાં જોયું તે શાંબકુમાર ત્યાં બેઠેલ દીઠે. શબે સત્યભામાને પ્રણામ કર્યા એટલે તે બોલી. “તને અહીં કોણ લાવ્યું?” શાંબ બે,
માતા? તમે જ મને હાથે પકડીને લાવ્યા છો અને આ ૯૮ કન્યાઓ સાથે મારો વિવાહ પણ તમે જ કરાવે છે. આ વિષે બધા દ્વારિકાના લેકે સાક્ષી છે.” આ પ્રમાણે કહ્યું એટલે સત્ય ભામાએ ત્યાં આવતા નગરજનોને પૂછવા માંડયું. તેઓએ કહ્યું, “દેવી ! કેપ કરે નહિ. અમારી નજરે તમે શાબને હાથ પકડી દ્વારિકા લાવ્યા છો અને તેને જ આ કન્યાઓ સાથે તમે વિવાહ કરાવે છે.” આ પ્રમાણે લેકની વાત સાંભળી સત્યભામા રોષથી ચાલી ગઈ. પછી કૃષ્ણ સર્વ લેટેની સમક્ષ તે કન્યાઓને શાબની સાથે પરણાવી અને જાંબવતીએ મોટો ઉત્સવ કર્યો.
એક વખત શાંબે હસતાં હસતાં દાદા વસુદેવને કહ્યું. “તમે ઘણું રખડી રખડીને કન્યાઓ મેળવી અને હું વિના મહેનતે એકી સાથે નવાણું ઊઠાવી લાવ્યા. વસુદેવે કહ્યું. “તું નિર્લજજ છે. હું તે બાંધવનું દિલ ઊંચું દેખી નગર છોડી ચાલ્યા ગયે અને વૈભવપૂર્વક આવ્યો, તને તો તારા પિતાએ હાથ ખેંચી કાઢયે છતાં પાછા દેડો આવ્યો.” શબે દાદાની માફી માગી.
પાંડેની ઉત્પત્તિ અને દ્રૌપદી સ્વયંવર બષભદેવ ભગવાનના વંશમાં ચિત્રવીર્ય થયો. તેને ધતરાષ્ટ્ર પાંડુ અને વિદુર નામે ત્રણ પુત્રો હતો. ધ્રુતરાષ્ટ્ર રાજ્ય સંભાળતે હતું. તે શકુની રાજાની ગાંધારી વગેરે આઠ બહેને પરણ્યો. તેથી તેને દુર્યોધન વગેરે સે પુત્રો થયા. પાંડુ કુન્તી અને માદ્રી નામની