________________
૩૨૮ ઉસિંગમાં પુત્રી મૈદભીને બેસાડી તે બન્નેનું ગાયન સાંભળ્યું રાજા અને વૈદભી તેમના સંગીતથી આનન્દ પામ્યા. રૂમિએ પૂછયું. “તમે કોણ છો ?”તેઓએ કહ્યું, “અમે દેવ છીએ પણ દ્વારિકાની પ્રશંસા સાંભળી અમે દ્વારિકા, કૃષ્ણ અને કામદેવ સરખા પ્રધુમ્નને જોવા આવ્યા હતા. પાછા ફરતા અહીં આવી ચડયા તેવામાં દુર ખસ, દુર ખસે' તે લોકોને અવાજ સંભળાય. લો અને રાજા વગેરે સૌ નાસવા માંડયા. એક હાથી જે આવે તેને તેડ, ભાંગતે આખા નગરમાં ભમી રહ્યો હતે. આ ચંડાલેએ તેને વશ ર્યો. રાજા પ્રસન્ન થયે અને કહેવા લાગ્યું, “તમારે જે જોઈએ તે માગી લો.” ચંડાલાએ કહ્યું, “આપતાં હેતે વૈદભી આપો.” રાજાને ક્રોધ ચડે અને તેમને નગરની બહાર કઢાવી મૂક્યા. ચંડાલો નગર બહાર ગયા પણ રાતે પ્રધુમ્ન વૈદભીના આવાસમાં ગયો અને તેને કહ્યું. “તું ગભરાઈશ નહિ હું પ્રધુમ્ન છું.” વૈદભીએ તેને ઓળખે અને ત્યાં જ ગાંધર્વ લગ્નથી દંપતી બન્યા, ભાગ ભોગવી પ્રધુમ્ન ચાલ્યો ગયો. વૈદભી અતિ જાગરણ અને અતિશ્રમથી શાન્ત થઈ સુઈ ગઈ અને મોડી ઊઠી. દાસીએ વૈદભીની દશા રાજારાણીને કહી. રૂકિમ રાજા વૈદભીને કહેવા લાગે, “તું સાચું બોલ. તારા આવા ઢંગ કેમ છે? તું રાજપુત્રી થઈ દુરાચારિણી કેમ પાકી” તેણે કહ્યું, “તમારે જે કરવું હોય તે કરે. હું કાંઈ કહેવા માગતી નથી.” રાજાને ક્રોધ ચડ. તેણે નગર બહાર રહેલા પેલા બે ચંડાલોને બોલાવ્યા અને કહ્યું, “લઈ જાઓ આ મારી પુત્રીને ચંડાલે તેને લઈ નગર બહાર નીકળ્યા રાજાને ક્રોધ શમ્યો. તેનું હૃદય બળવા લાગ્યું અને મનમાં બબડવા લાગે, “હું કે મૂર્ખ જયારે રૂક્મિણએ આ પુત્રી પ્રધુમ્નને માટે માગી ત્યારે મેં ન આપી અને કોધથી ચંડાલ સમ બની