________________
9
“હું આ રૂકિમણીનુ હરણુ કરૂ છુ. જો કૃષ્ણ બળવાન ઢાય તા તેની રક્ષા કરે” તે સાંભળી, ‘ આ કાણુ દુર્બુદ્ધિ મરવાને ઇચ્છે છે ?' એમ બોલતા કૃષ્ણ હાથમાં ધનુષ્ય લઈ રસૈન્ય સહિત તેની પાછળ દાડય!. પ્રદ્યુમ્ને વિદ્યાના સામર્થ્યથી તે નુષ્ય ભાંગી નાખી કૃષ્ણને આયુધ વગરના કરી ઢીધા તે વખતે હરિ ખેદ પામ્યા ત્યારે તેમની જમણી ભુજા ફરકી, એટલે તેમણે તે વાત રામને જણાવી. તે વખતે નારદે આવી કહ્યું, “ આ રૂકિમણી સહિત તમારા જ પુત્ર પ્રધુમ્ન છે તેથી યુદ્ધની વાર્તા છેાડી દેા. ” તત્કાળ પ્રધુમ્ન કૃષ્ણને નમી રામના ચરણમાં પડયા. તેઓએ ગાઢ આલિંગન કરીવાર વાર તેના મસ્તક પર ચુંબન કર્યું. નગરમાં લગ્નના ઉત્સવને બદલે પ્રધુમ્નના પ્રવેશ મહોત્સવ ઉજવાયે.
શામ્બ ચરિત્ર
"
'
દ્વારિકામાં પ્રધુમ્નના આવવાના મહેાત્સવ પ્રવર્તતા હતા તે વખતે દુર્યોધન રાજાએ આવી કૃષ્ણને વિજ્ઞપ્તિ કરી, “ હૈ રવામી ! મારી પુત્રી અને તમારી પુત્રવધૂનું કૈાઈએ હરણ કર્યુ છે. માટે તેની શેાધ કરાવે. ” કૃષ્ણે કહ્યું, “હું સČજ્ઞ નથી. જો સર્વજ્ઞ હાઉ તા કાઇએ હરણ કરેલા રૂક્રિમણીના પુત્ર પ્રધુમ્નને જ હું કેમ ન જાણું! '” તે વખતે પ્રધુમ્ને કહ્યું. “હું પ્રજ્ઞપ્તિ વિદ્યાથી તે વાત જાણી તેને અહીં લઈ આવીશ. ” એમ બેલી કન્યાને હાજર કરી. કૃષ્ણે તે કન્યા પ્રધુમ્નને જ આપવા લાગ્યા. પણ એ તેા મારા નાનાભાઈની પત્ની થવાની ઢાવાથી વધૂ સમાન છે.' એમ કહી પ્રધુમ્ને તેને ભાનુ સાથે પરણાવી, પછી પ્રધુમ્નને પણ કૃષ્ણે ધણી કન્યાઓ પરણાવી.
અન્યદા પ્રધુમ્નની મેાટી સમૃદ્ધિ જોઇને અને તેની પ્રશંસા સાંભળીને સત્યભામા કાપગ્રહમાં ગઈ. ત્યાં કૃષ્ણ આવ્યા એટલે તેને