________________
૩૧૯ બીજે દિવસે દશાહ પતિએ પિતાના સર્વ બાંધવોને એકઠા કરી કેપ્ટક નિમિત્તિયાને બોલાવીને આ પ્રમાણે પૂછ્યું, “અમારે ત્રિખંડ ભરત ક્ષેત્રના પતિ જરાસંધ સાથે ઘર્ષણ થયું છે, તે હવે તેનાં શાં પરિણામ આવશે તે કહે. “કેપ્યુકિ બોલ્યા, “આ પરાક્રમી રામ, કૃણ થડા સમયમાં જરાસંધને મારી ત્રિખંડ ભારતના અધિપતિ થશે, પણ હમણાં તમે પશ્ચિમ દિશા તરફ સમુદ્રકિનારે થઈ જાઓ. ત્યાં જતા જ તમારા શત્રુઓના ક્ષયને આરંભ થશે. માર્ગે ચાલતાં આ સત્યભામા જે ઠેકાણે બે પુત્રને જન્મ આપે તે ઠેકાણે એક નગરી વસાવીને તમે નિઃશંકપણે રહેજે કેપ્ટકિના આવાં વચનથી સમુદ્રવિજયે ઉદઘોષણા કરાવીને પોતાના સર્વ વજનને પ્રયાણના ખબર આપ્યા અને અગિયાર કુળ કટી યાદોને લઈ આગળ ચાલ્યા. ઉગ્રસેન રાજા પણ સમુદ્રવિજય સાથે ચાલ્યા. અનુક્રમે સર્વે વિધ્યગિરિની મધ્યમાં થઈ સુખે આગળ ચાલવા લાગ્યા.
જરાસંધ યાદવોનું ઉદ્ધતપણું દેખી કોપાયમાન થે. તેણે કામકુમારને લશ્કર આપી મોકલ્યો. કામકુમારે પ્રતિજ્ઞા કરી કે હું તેમને અગ્નિ કે પર્વતમાં પેઠા હશે તો પણ પકડી મારીશ. વિંધ્યાચળની તળેટીમાં આવ્યું. ત્યાં સેંકડો ચિતા સળગતી હતી. માત્ર એક સ્ત્રી રેતી હતી. તેણે તેને પૂછયું, “તું શા માટે રડે છે?” તે બોલી, “કામકુમારના ભયથી આ યાદો ચિતામાં પઠા. હું પણ તેમાં પડી બળી મરવા માગું છું” કામકુમાર પ્રતિજ્ઞા પ્રમાણે ચિતામાં પેઠે અને બળી મર્યો. થોડીવારે રૌને જોયું ને ન મળે પર્વત કે ન મળે ચિતા. રીન્ય વિલખું પડયું અને કામકુમાર રહિત શ્યામ મેઢે જરાસંધ પાસે આવ્યું. યાદ પણ કામકુમારને વૃત્તાન્ત સાંભળી ખુશ થયા. માર્ગમાં એક વનમાં તેઓ