________________
૩૨૩ જાંબવતીને જોઈ તેનું હરણ કર્યું. એટલે તત્કાળ મટે કોલાહલ થયો. તે સાંભળી તેને પિતા ખડગ લઈ ત્યાં આવ્યો. તેને કૃષ્ણના ભાઈએ જીતી લીધો અને કૃષ્ણની પાસે લાવીને મૂકે. જાંબવાને પોતાની પુત્રી જાંબવતી કૃષ્ણને આપી અને પોતે અપમાન થવાથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી.
આયુરખરી નામની નગરીમાં સૌરાષ્ટ્ર દેશને રાજા રાષ્ટ્રવર્ધન રાજ્ય કરતો હતો તેને સુસીમા નામે રૂપસંપત્તિની સીમા રૂપ પુત્રી હતી. નમુચિએ અસ્ત્રવિદ્યા સિદ્ધ કરી હતી તેથી તે કૃષ્ણની આજ્ઞા માનતો ન હતો. એક વખત તે સુસીમા સાથે પ્રભાસ તીર્થમાં સ્નાન કરવા ગયે. ત્યાં કૃષ્ણ નમુચિને હરાવી સુસીમાને લઈ આવ્યા. પછી તેની સાથે વિધિસર લગ્ન કર્યા.
આમ શ્રીકૃષ્ણને સત્યભામા, રૂકિમણી, જાંબવતી, સુસીમા વગેરે આઠ પટરાણીઓ થઈ.
સમય જતાં રુકિમણીને એક પુત્ર થશે. તેનું નામ પ્રદ્યુમ્ન રાખ્યું પ્રદ્યુમ્નનું તેના પૂર્વભવના વૈરી ઘુમકેતુ દેવે જન્મતાંજ હરણ કર્યું અને વૈતાઢય પર્વત ઉપર ભૂત રમણ ઉદ્યાનમાં તેને એકલે મૂળે. તેવામાં ઉપરથી જતા કાલસંવર વિદ્યાધરનું વિમાન આકાશમાં અટક્યું. તે નીચે ઉતર્યો અને તેણે પ્રધુમ્નને લઈ પોતાની પત્ની કનક માળાને આપે કનમાળાએ તે પુત્રને પોતાના પુત્રની પેઠે ઉછેરી મોટો કર્યો.
રુકિમણીએ કૃષ્ણની પાસે આવીને પૂછ્યું, “તમારો પુત્ર ક્યાં છે?” કૃણે કહ્યું, “તમે હમણુંજ પુત્રને લઈ ગયા છે” રુકિમણી બોલી, “હું લઈ ગઈ નથી, ત્યારે કૃષ્ણ જાણ્યું કે જરૂર મને કઈ છેતરી ગયું. પછી તરત જ પુત્રની શોધ કરાવી, પણ પુત્રના ખબર મળ્યાં નહિ એટલે રૂકિંમણી મૂછ પામી પડી