________________
૩ર૧ કૃષ્ણની પટરાણુઓ એક વખત નારદજી ફરતા ફરતા કૃષ્ણના રાજમંદિરમાં આવ્યા. રામકૃષ્ણ વિધિથી તેમની પૂજા કરી. પછી તે અંતઃપુરમાં ગયા. ત્યાં સત્યભામા દર્પણ જતી હતી તેથી તેણે આસન વગેરે આપી નારદને સત્કાર ક્યું નહિ. તેથી નારદ ગુસ્સે થઈ ત્યાંથી ચાલ્યા ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા, “કૃષ્ણના અંતઃપુરની બધી સ્ત્રીઓ સદા મારી પૂજા કરે છે, પણ આ સત્યભામાં પતિના પ્રેમને લીધે રૂપ યૌવનથી ગર્વિત થયેલ છે, તેથી દૂરથી મને જોઈ ઊભી તે થઈ નહિ, પણ મારી સામે દષ્ટિ પણ કરી નહિ માટે કે તેનાથી અતિ રૂપવાળી શક્ય લાવી તેને ગર્વ ઉતારું.” એવું વિચારી નારદ કુંડિનપુર નગરે આવ્યા કંડિનપુરમાં ભીષ્મક નામે રાજા હતો. તેને યશોમતી નામે રાણી હતી. તેમને રૂકમી નામે પુત્ર હતો અને રૂકમિણ નામે બહુ સ્વરૂપવાન પુત્રી હતી. નારદ ત્યાં ગયા એટલે રૂકિમણુએ તેમને નમસ્કાર કર્યો. નારદ કહ્યું, “અધ ભરતક્ષેત્રના પતિ કૃષ્ણ તારા પતિ થાઓ” કિમણીએ પૂછયું, “તે કૃષ્ણ કોણ છે ?” પછી નારદે કૃષ્ણના રૂપ, સૌભાગ્ય અને શૌર્ય વગેરે ગુણે કહી સંભળાવ્યા. તે સાંભળી રુકિમણી કૃષ્ણ ઉપર અનુરાગી થઈ અને કૃષ્ણને ઝંખવા લાગી. પછી રુકિમણીનું રૂપ ચિત્રપટમાં આલેખીને નારદ દ્વારકા આવ્યા અને કૃષ્ણને બતાવ્યું. તે જોઈ કૃષ્ણ પૂછયું, “આ કઈ દેવીનું રૂપ તમે પટમાં આલેખ્યું છે ? નારદ બોલ્યા આ દેવી નથી પણ માનુષી સ્ત્રી છે અને કંડિનપતિ રૂકિમ રાજાની રુકિમણી નામે બહેન છે. શ્રીકૃષ્ણ રુકિમ પાસે રૂકિમીનું માગુ કર્યું. રૂક્મિએ ભરવાડ પુત્ર કહી તિરસકાર્યું અને રૂકિમણી શિશુપાલને આપી. શિશુપાલ રુકિમણીને પરણવા આ રૂકિમણની ફઇએ કૃષ્ણને ખબર
P
1