________________
૩૪ ગઈ. થોડીવારે સંજ્ઞા પામીને તે પરિજન સાથે ઊંચે સ્વરે રૂદન કરવા લાગી. એક સત્યભામા સિવાય સર્વ યાદવે, તેમની પત્નીઓ અને બધે પરિવાર દુઃખી થઈ ગયે. કૃષ્ણ જેવા સમર્થ પુરુષને પણ પુત્રને વૃત્તાન્ત કેમ ન મળે ? એમ બેલતી રુકિમણી દુઃખી કૃષ્ણને વધારે દુઃખી કરવા લાગી. એ પ્રમાણે સર્વ યાદ સહિત કૃષ્ણ દુઃખી રહેતા હતા તેવામાં એક દિવસ નારદ સભામાં આવ્યા. શ્રીકૃષ્ણ તેમને પુત્રને પત્તો મેળવી લાવવાનું કહ્યું. નારદે બધે તપાસ કરી પત્તો ન મળવાથી તેણે સીમંધર સ્વામીને પૂછયું, “રૂકિ. મણીને પુત્ર હાલ ક્યાં છે?” પ્રભુએ કહ્યું. “તે હાલ કાલસંવર વિદ્યાધરને ત્યાં છે અને સોળ વર્ષ બાદ તે રુકિમણીને મળશે.” નારદે આ સમાચાર શ્રીકૃષ્ણ અને રુકિમણીને આપ્યા અને સીમંધર સ્વામી પાસેથી સાંભળેલા વૃત્તાન્ત મુજબ તેણે રૂકિંમણીને કહ્યું, “તેં લક્ષ્મીવતીના ભાવમાં કૌતુકથી મયુરના ઈંડાં રંગ્યાં હતાં. મયુરી રંગેલાં ઈંડાને ઓળખી શકી નહિ, તેથી તેને ઘણું દુઃખ થયું. પણ વરસાદથી ઇંડાં દેવાયાં ત્યારે સોળ ઘડી બાદ તેણે પિતાનાં ઈંડાં ઓળખ્યાં. આમ પૂર્વ ભવમાં મયૂરીને સોળઘડીના કરાવેલા વિરહે તને પુત્રના સોળવર્ષના વિરહ થશે.” રુકિમણી ત્યારબાદ પ્રભુભક્તિમાં લીન બની અને વિચારવા લાગી કે કુતુહલથી કરેલું પાપ સેંકડે ઘણું વૃદ્ધિ પામી જીવને ભગવ્યા વિના છુટતું નથી.
પ્રધુમ્નને મેળાપ સોળ વર્ષ પછી સત્યભામાના પુત્ર ભાનુકના લગ્ન લેવાયાં. દ્વારિકામાં ચારે બાજુ આનંદ આનંદ વ્યાપી રહ્યો. માત્ર રૂકિમણીની આંખે આંસુથી ઉભરાતી હતી. તે બેલી ઉઠી. “મારે પ્રશ્ન પુત્ર હતા. આજે તેનાં લગ્ન હેત અને મારા પુત્ર દુર્યોધનની કન્યા