________________
૩૧૮ અને સર્વસંતાન સહિત દશાર્વેને હણાવીને પછી મારા પતિનું પ્રેતકાર્ય કરીશ; નહિ તે હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” આવી પ્રતિજ્ઞા લઈ તે જીવ શા મથુરાથી નીકળી પિતાના પિતાને ત્યાં આવી. રામકૃષ્ણની અનુજ્ઞાથી સમુદ્રવિજયે ઉગ્રસેનને મથુરાને રાજા બનાવ્ય, ઉગ્રસેને પિોતાની પુત્રી સત્યભામાં કૃષ્ણને આપી અને શુભ દિવસે તેને યથાવિધિ વિવાહ કર્યો.
કેશને છુટારાખી રોતી કકળતી જીવયશા જરાસંધની સભામાં આવી અને કહેવા લાગી, કે “મારા પતિને પેલા બે ગોવાળ પુત્રોએ મારી નાંખે અને સમુદ્રવિજય આદિ દશે દિશાહએ તે
વાળને સાથ આએ.” જરાસંધે કહ્યું. “કંસ ડાહ્યો અને પરાક્રમી છતાં ભૂલ્ય. જ્યારે મુનિએ કહ્યું કે દેવકીને સાતમે ગર્ભ તને મારશે. ત્યારે તેણે દેવકીને મારી નાખવી જોઈતી હતી. ક્ષેત્રના અભાવે ખેતી ક્યાંથી થાય? પુત્રી, તું ચિન્તા ન કર. તારા પતિના શત્રુઓને હું શિક્ષા કરીશ એમ કહી સેમ રાજાને મથુરા મોકલ્યા અને તેની મારફત કહેવડાવ્યું કે, “કંસને મારનાર રામ અને કૃષ્ણને અમને સોંપી દે.” સમુદ્રવિજયે જવાબ આપ્યો. રામ અને કૃષ્ણ નિર્દોષ છે. સૌ પ્રથમ કંસને જરાસંધે દબાવો જોઈતું હતું, કારણ કે તેણે વસુદેવના જ પુત્રોને મારી નાખ્યા છે. આથી અમે નિર્દોષ અને પરાક્રમી રામ, કૃષ્ણને આપી શકીએ નહિ. સેમે કહ્યું, “તમારે તમારું રાજ્ય અને સુખ જોઈતાં હોય તે આ બે ભરવાડ પુત્રોને સેપે. સ્વામી ભાવમાં સેવકે યુક્તાયુક્તને વિચાર કરવાની જરૂર નથી.” આ સાંભળી કૃષ્ણ કહ્યું “ જરાસંધ અમારે સ્વામી નથી. તારા સ્વામીને જઈ કહે છે કે તારે કંસ જેવા હાલ કરવા હોય તે ઉતાવળે થા.” સોમ મથુરાથી પાછો ફર્યો અને તેણે સર્વ વાત જરાસંઘને કહી.