________________
૩૧૪ કેાઈ મનુષ્ય ચડાવવાને સમર્થ થયો નહિ. આ ખબર વસુદેવની સ્ત્રી મદનગાના પુત્ર અનાધષ્ટિએ સાંભળી એટલે તે કુમાર વેગ વાળા રથમાં બેસી ગોકુળમાં આવ્યું. ત્યાં રામ, કૃષ્ણને જે તેમના આવાસમાં એક રાત્રિ આનંદવાર્તા કરવા રહ્યો. પ્રાત:કાળે મથુરાને માર્ગ બતાવવા કૃષ્ણને સાથે લીધે. રસ્તામાં તેને રથે એક વડના વૃક્ષ સાથે ભરાયે. અનાધુષ્ટિએ ઘણી મહેનત કરી પણ રથ ન નીકળે. કૃષ્ણ ઝાડ ઉખેડી રથનો માર્ગ સાફ કર્યો. અના. પુષ્ટિ કૃષ્ણનું પરાક્રમ જોઈ બહુ ખુશ થયે રથ ઉપરથી નીચે ઉતરી તેણે કૃષ્ણને આલિંગન દીધું અને રથમાં બેસાડે અનુક્રમે યમુના નદી ઉતરી મથુરાનગરીમાં પ્રવેશ કરી, શાવર્ગ ધનુષ્યવાળી સભામાં તેઓ આવ્યા. અનાધુષ્ટિએ ધનુષ્ય પાસે જઈ તે ઉપાડવા માંડયું; પણ કાદવવાળી ભૂમિમાં જેને પગ આવી ગયો હોય એવા ઊંટની જેમ તે પૃથ્વી પર પડી ગયે. તેને હાર તટી ગયે, મુગટ ભાંગી ગયો અને કુંડળ પડી ગયા. તે જોઈ સત્યભામા અને બીજા સર્વે વિકસિત નેત્રે ખૂબ હસી પડયા પછી કૃષ્ણ પુષ્પમાળાની જેમ લીલામાત્રમાં તે ધનુષ્યને ઉપાડી લીધું અને તેની પણછ ચડાવી.
લેકે વાત કરવા લાગ્યા કે નંદના પુત્ર કૃષ્ણ ધનુષ્ય ચડાવ્યું. આથી કંસને ખેદ થયું અને તેણે ધનુષ્ય મહોત્સવને બદલે બાહુયુદ્ધ કરવા સર્વ મલ્લોને આજ્ઞા કરી. રાજાએ મલ્લયુદ્ધ જવાની ઈચ્છાથી મંચે ઉપર આવીને બેઠા અને મોટા મંચ પર બેઠેલા કંસની સામે જોવા લાગ્યા. કંસને દુષ્ટ ભાવ જાણું વસુદેવે પોતાના સર્વ જયેષ્ઠ બંધુઓને અને અફર વગેરે પુત્રોને ત્યાં બોલાવ્યા. કંસે તેમને સત્કાર કરી ઊંચા મંચ ઉપર બેસાડયા. કંસને વધ કરવાની કૃષ્ણ લીધેલી પ્રતિજ્ઞા