________________
૩૧૩
અન્યદા દેવકી પાસે આવેલા કંસે તેના ઘરમાં નસિકા છેદેલી પેલી કન્યાને દીઠી તેથી ભય પામી તેણે પોતાને ઘેર આવી ઉત્તમ નિમિત્તિયાને બોલાવી પૂછયું. “દેવકીના સાતમા ગર્ભથી મારું મૃત્યુ થશે એમ એક મુનિએ કહ્યું હતું તે વૃથા થયું છે કે કેમ ?” નૈમિત્તિકે કહ્યું, “ઋષિનું કહેલું મિથ્યા થતું જ નથી, તેથી તમારો અંત લાવનાર દેવકીને સાતમે ગર્ભ કોઈ પણ સ્થાને જીવતે છે એમ જાણજે. તેની પરીક્ષા માટે અરિષ્ટ નામને તમારો બળવાન બળદ, કેશી નામને મહાન અશ્વ દુર્દીત ગઘેડા અને ઘેટાને વૃંદાવનમાં છૂટા મૂકે એ ચારેને વેચ્છાએ કીડા કરતા કરતા જ મારી નાખશે તે જ દેવકીનો સાતમો ગર્ભ તમને હણનાર છે એમ જાણજો. વળી જે કાળીનાગને નાથાશે, ચાણુર તથા મુષ્ટિક મલનો વધ કરશે અને તમારા પોતર અને ચંપક નામના બે હાથીને મારશે તે જ તમને પણ મારશે.”
કંસે સૌ પ્રથમ અશ્વ, વૃષભ, ગધેડા અને ઘેટાને છૂટા મૂક્યા ફરતા ફરતા આ પશુઓ ગોકુળમાં આવ્યા અને તેમણે ચારેબાજુ ઉલ્કાપાત મચાવે. કૃષ્ણ અરિષ્ટ વૃષભને શીંગડાથી પકડી મારી નાખે. પછી કેશી અશ્વ જે ગાયને મારતે ધૂમતો હતો તેને ડેક પકડી મારી નાંખે તેવામાં મેષ અને ખર ભટક્તા ભટકતા કૃષ્ણની સામે થયા. કૃષ્ણ તે બન્નેને પણ એકી સાથે હણી નાખ્યા. શાર્ગ ધનુષ ચડાવ્યું
કંસને લાગ્યું કે દેવકીને સાતમો ગર્ભ હરાયે હે જોઈએ અને તે આ કૃષ્ણ. આમ છતાં બીજા ઉપાય જ નક્કી કરવાનું ધાર્યું. તેણે એવી ઉદઘોષણા કરાવી કે, “જે આ શાર્ગ ધનુષ્ય ચડાવશે તેને દેવાંગના જેવી મારી બહેન સત્યભામાં આપીશ” આ ઘોષણા સાંભળી દૂરદૂરથી ઘણા રાજાઓ ત્યાં આવ્યા પણ