________________
દેવલેથી એવી તે ધન્યની ધૂંસરી નામે સ્ત્રી થઈ ધન્ય હંમેશા
અરણ્યમાં જઈ ભેંસો ચારતો હતો અન્યદા વષી ઋતુ આવી મેઘ વતો હતો તે વખતે કાદવના સંપર્કથી હર્ષનાદ કરતી ભેંસ ચારવા માટે ધન્ય ચરણ્ય ગયો. વર્ષાદના જળને નિવારે તેવું છત્ર માથે ધરી ભેંસને અનુસરતા ધન્ય ચટવીમાં પર્યટન કરવા લાગ્યો. એ પ્રમાણે પરિભ્રમણ કરતાં એક પગે ઊભા રહીને કાઉસગ ધ્યાનમાં નિશ્ચળ રહેલા એક મુનિ ધન્યના જોવામાં આવ્યા. તે મુનિ ઉપવાસથી કૃશ થઈ ગયેલા હતા, વન હરતીની જેમ વૃષ્ટિને સહન કરતા હતા અને પવને હલાવેલા વૃક્ષની જેમ તેમનું સર્વ અંગ શીતની પીડાથી કંપતું હતું આ પ્રમાણે પરિસહને સહન કરતા તે મુનિને જોઈ ધન્યને અનુકંપા આપી તેથી તત્કાળ તેણે પોતાની છત્રી તેમના મસ્તક પર ધરી રાખી જ્યારે ધન્ય અનન્ય ભક્તિથી તેમની ઉપર છત્રી ધરી ત્યારે વસ્તીમાં રહેતા હોય તેમ તે મુનિનું વૃષ્ટિ કષ્ટ દૂર થઈ ગયું. મેઘ સતત વરસતો હતો, છતાં એ શ્રદ્ધાળુ ધન્ય લાબા સમય સુધી છત્રી ધરી રાખી. વરસાદ બંધ થયો એટલે ધન્ય મુનિને લઈ નગરમાં આવ્યો. ધન્ય મુનિને દૂધથી પારણું કરાવ્યું.
ચેાથે ભવ યુગલીક ધન્ય પાષાણ રેખા જેવું રિથર સમકિત ધારણ કરી પોતાની સ્ત્રી ધુસરીની સાથે ચિરકાળ શ્રાવક વ્રત પાળવા લાગે. કેટલેક કાળે ધન્ય અને ઘુસરીએ ચારિત્ર ગ્રહણ કર્યું અને સાત વર્ષ સુધી રૂડી રીતે પાળી સમાધિથી મૃત્યુ પામ્યા. મુનિને દૂધનું દાન કરવાથી ઉપાર્જન કરેલા પુણ્ય વડે તેઓ હિમવંત ક્ષેત્રમાં યુગલિયાપણે ઉત્પન્ન થયા. ત્યાંથી શુભ ધ્યાને મૃત્યુ પાપી તેઓ ક્ષીરડિંડર અને ક્ષીરપિંડીરાના નામે દાંપત્યપણાથી શોભતાં દેવ દેવી થયાં.