________________
ર૯ દમયન્તીએ કહ્યું, “મારા પિતાને ત્યાં કંદિનપુર ચાલે.” પણ અશ્વોએ કુંડિનપુરને માર્ગ છોડી અટવીમાં પ્રવેશ કર્યો. માર્ગમાં ભીના ઉપદ્રવમાં અશ્વ, રથ અને સારથી છૂટા પડ્યા. નળ અને દમયન્તીને ઉઘાડા પગે આગળ ચાલવું પડયું. રાત પડતાં પાંદડાની પથારીમાં દમયન્તીને સુવાડી નળ જાગતે બેઠો. દમયન્તી ઘસઘસાટ ઊંઘી ગઈ. નળ વિચાર કરવા લાગ્યું, “જે પુરૂષો શ્વસુરગૃહનું શરણ કરે છે તેઓ અધમ નર કહેવાય છે, તે આ દમયંતીના પિતાને ઘેર આ નળ શા માટે જાય છે ? તેથી હવે હૃદયને વા જેવું કરી આ પ્રાણથી પણ અધિક એવી પ્રિયાને ત્યાગ કરી વેચ્છાએ રંકની જેમ એકલે હું બીજે ચાલ્યો જાઉં.. આ વૈદભીને શિયળના પ્રભાવથી કાંઈ પણ ઉપદ્રવ નહિ થાય.” આવો વિચાર કરી છરી કાઢી, નળે પિતાનું અધ વસ્ત્ર છેદી નાખ્યું અને પોતાના રૂધિરથી દમયન્તીના વસ્ત્ર ઉપર આ પ્રમાણે અક્ષર લખ્યા, “વડના વૃક્ષથી અલંકૃત એવી દિશામાં જે માગે છે તે વૈદર્ભ દેશમાં જાય છે અને તેની વામ તરફનો માર્ગ કોશલ દેશમાં જાય છે, માટે તે બેમાંથી એક માર્ગે ચાલીને પિતા કે શ્વસુરને ઘેર જજે. હું તે તેમાંના કેઈ ઠેકાણે રહેવાને ઉત્સાહ ધરાવતા નથી' આવા અક્ષરે લખી રૂદન કરતો અને ચેરની જેમ હળવે હળવે ડગલાં ભરતે નળ ત્યાંથી આગળ ચાલે. ચાલતાં ચાલતાં પિતાની ઊંઘી ગયેલી પ્રિયાને જોવા લાગ્યો. તે વખતે તેણે વિચાર્યું. “આવા વનમાં આ અનાથ બાળાને એકલી સૂતી મૂકી હું ચાલ્યો જાઉ છું. પણ કઈ ક્ષુધાતુર સિંહ કે વ્યાઘ આવી તેનું ભક્ષણ કરશે તો તેની શી ગતિ થશે ? માટે હમણાં તો હું રાત્રિ પૂર્ણ થતાં સુધી તેની રક્ષા કરૂં; પછી પ્રાત:કાળે તે મારા બતાવેલા બે માર્ગમાંથી એક માર્ગે ચાલી જશે” આ વિચાર કરી નળે ત્યાં રાત્રિ નિર્ગમન