________________
૩૦૮
પડદામાં રાખી જમવા બેસાડચા અને શેઠ તથા લલિત તેની આડા બેઠા. તેઓ જમતાં જમતાં ગગદત્તને છુપી રીતે ભેાજન આપવા લાગ્યા. તેવામાં અકસ્માત સખત પત્રને પેલા પડદાને ઉડાડ એટલે ગંગદત્ત શેઠાણીના જોવામાં આવ્યા. તેણે તત્કાળ કેશ વડે તેને ખેંચ્યા અને સારી પેઠે મેથીપાક આપી ધરના ખાળમાં નાખી દીધા. તે જોઇ લલિત અને શેઠ ઉદ્વેગ પામ્યા. પછી શેઠાણીથી છાની રીતે ગંગદત્તને ત્યાંથી લઇ નવરાવી બીજે ઠેકાણે મેાયે.
""
""
તે સમયે કાઈ સાધુ ભિક્ષા માટે ફરતા ફરતા ત્યાં આવ્યા. તેમને પિતાપુત્ર શેઠાણીને તે પુત્ર ઉપર દ્વેષ થવાનુ કારણ પૂછ્યું. એટલે એક સાધુ એહ્યો. “ એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. એક વખત લાકડાં લેવા તે બન્ને બહારગામ ગયા. લાકડાં ભરી પાછા વળતાં રસ્તામાં એક નાગણ પડી હતી. તેને જોઇ મેાટાએ નાનાને કહ્યું, “ ગાડું સાચવીને હાંજે. નાગણ ન મરી જાય તે ધ્યાન રાખજે, ” તે સાંભળી પેલી નાગણને વિશ્વાસ આવ્યા. તેવામાં પેલા નાના ભાઈ ત્યાં આવ્યા. તેણે જાણીબુઝીને નાગણ ઉપર થઇને ગાડું હાંકયું. “ આ ભારા વેરી છે” એમ ચિંતવન કરતી નાગણુ મરણ પામી તમારી શેઠાણી થઇ. મોટાભાઈ મરી લિત થયા અને નાના ગત્ત થયા. આથી શેઠાણીના તે બન્ને પુત્રો હાવા છતાં પૂર્વભવના કારણે લલિત ઉપર વહાલ છે. મંગદત્ત ઉપર દ્વેષ છે. આ સાંભળી શેઠે બન્ને પુત્રો સાથે દીક્ષા લીધી અને ઉગ્ર તપ આચરવા માંડયું. પણ ગગો માતાને! દ્વેષ સભારી એવુ નિયાણું બાંધ્યું કે “ આ તપના પ્રભાવે હું આવતા ભવે વિશ્વવલ્લભ થાઉં. '' ત્રણે જણ મૃત્યુ પામી મહાશુક્ર દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા.