________________
૨૯૮
પ્રધાને પાસે આવી અને કહ્યું. “આ નળરાજાને તમે ધુત ક્રીડાથી અટક” પ્રધાનના વચનની પણ નળરાજા ઉપર અસર થઈ નહિ. રાજ્ય હારી ગયા પછી નળરાજા દમયન્તી સહિત અંતઃપુર પણ હારી ગયે. પછી કબરે કહ્યું, “હે નળ! તુ સર્વસ્વ હારી ગયા છે માટે અહી રહીશ નહિ. મારી ભૂમિ છોડી દે, કેમકે તેને તે પિતાએ રાજ્ય આપ્યું હતું પણ મને તે વૃતના પાસાએ રાજ્ય આપ્યું છે.” તેના આવા વચન સાંભળી નળ માત્ર પહેરેલાં વસ્ત્ર સહિત જ ત્યાંથી ચાલી નીક. તે વખતે દમયન્તી તેની પછવાડે જવા લાગી. કુબરે તેને જતી અટકાવી પણ મંત્રીઓની સલાહથી તેને નળ સાથે જવા દીધી એક સારથી અને રથ સાથે નળ નગર બહાર નીકળ્યો. મામાં રહેલા પાંચસો હાથ પ્રમાણવાળા એક થાંભલાનું ઉન્મેલન કરી ફરી તેને આરે. આ દશ્ય જોઈ નગરના વૃદ્ધ લોકોએ કહ્યું. “એક જ્ઞાની મુનિ કહેતા હતા કે જે આ થાંભલાનું ઉન્મેલન કરી ફરી તેને આપશે તે અર્ધભરતને સ્વામી થશે અને નળરાજા જીવતાં આ કેશલા નગરીને બીજો કોઈ અધિપતિ થશે નહિ.” તે મુનિનાં આ પ્રમાણે કહેલા ભવિષ્યમાં ભરતાર્ધના સ્વામી થવું અને આ તંભનું ઉખેડવું એ વાત તે મળતી આવી. પણ કુબર કોશલાને રાજા થવાથી ત્રીજી વાત મળતી આવતી નથી. પરંતુ જેની પ્રતીતિ આપણે નજરે જોઈ છે તે મુનિની વાણું અન્યથા થશે નહિ, કેમકે હજી કુબર સુખે રાજય કરશે કે નહિ તે કોણ જાણે છે? કદી પાછી નળરાજાજ અહીં રાજા થઈ જાય; માટે એ પુણ્ય બ્લેક રાજાનું પુણ્ય સદા વૃદ્ધિ પામે.” આ પ્રમાણે તેનાં વચને સાંભળતા અને દમયન્તીના આંસુથી રથને સ્નાન કરાવતો. નળરાજા કેશલા નગરી છોડી ચાલી નીકળ્યો. નળે કરેલે દમયન્તીનો ત્યાગ
આગળ ચાલતાં નળે દમયન્તીને કહ્યું, “આપણે ક્યાં જઈશુ”