________________
N
૩૦૦
કરી અને પત્નીના જાગ્રત થવાના સમયે ત્વરાથી ચાલતા અદશ્ય થઇ ગયા.
દમયંતીના વિલાપ
("
અહીં રાત્રિના શેષ ભાગે દમયન્તીને એક સ્વપ્ન આવ્યુ ફળેલા, અને ધાટા પત્રવાળા આમ્રવૃક્ષ ઉપર ચઢી, ભ્રમરના શબ્દ સાંભળતી, તે ફળ ખાવા લાગી તેવામાં કાઈ બનના હાથીએ અકસ્માત આવી તે વૃક્ષનું ઉન્મૂલન કર્યું તેથી તે નીચે પડી ગઈ. આવા સ્વપ્નથી દમયન્તી એકદમ જાગી ગઈ. ત્યાં પેાતાની પાસે નળ રાજા જોયા નહિ એટલે તે દશે દિશામાં જોવા લાગી. તેણીએ વિચાર્યું”, “ મારી ઉપર અનિવાર્ય દુ:ખ અકરમાત આવી. પડયું; કારણ કે મારા પ્યારા પતિએ પણ મને આ અરણ્યમાં અશરણુ ત્યજી દ્વીધી. ” પછી તેણે મુક્ત કંઠે રૂદન કરવા માંડયુ, “ અરે નાથ ! તમે મને કેમ છેાડી દીધી ? શું હું તમને ભારરૂપ થઈ પડત? જો તમે મશ્કરી કરવા કાઈ વેલના વનમાં સંતાઈ ગયા હૈ। તા હવે પ્રકટ થાઓ, કેમકે લાંબા કાળ સુધી મશ્કરી કરવી તે પણ સુખને માટે થતી નથી, હું વનદેવતા ! હું તમને પ્રાર્થના કરૂ છું કે તમે મારા પર પ્રસન્ન થાએ અને મારા પ્રાણેશને તેણે પવિત્ર કરેલા માને બતાવે. હું પૃથ્વી ! તું મા આપ કે જેથી હું તારા દ્વીધેલા વિવરમાં પ્રવેશી સુખી થાઉં. ” આ પ્રમાણે વિલાપ કરતી દમયન્તી પેાતાના આંસુથી અરણ્યના વૃક્ષાને સિંચન કરવા લાગી. તાપસપુરની સ્થાપના
ભીમસુતા અટવીમાં ભમતી હતી તેવામાં વસ્ત્રના છેડા ઉપર લખેલા અક્ષરા તેના જોવામાં આવ્યા એટલે તત્કાળ હર્ષ પામી તે વાંચવા લાગી. વાંચીને તેણે પતિના આદેશ પ્રમાણે પિતૃગૃહે જવાનું નક્કી કર્યુ.