________________
ર૯ર
ક્યાંથી આવ્યા છે ? અને કયાં જાઓ છો ?” મુનિ મેલ્યા, “હું રહિતક નગરથી અષ્ટાપદ ગિરિ પર રહેલા અહંત બિંબને વાંદવા માટે જતા હતા, પણ તમે મને રોકી રાખ્યો એટલે હું અષ્ટાપદ જઈ શક્યો નહીં. આ ધર્મ કાર્ય કરતાં મને અટકાવવાથી તમે બટું અંતરાય કર્મ બાંધ્યું.” આ પ્રમાણે તે મુનિનાં વચન સાંભળી તે દંપતી લધુ કમી હેવાથી તે શાન્ત થયા. મુનિએ તેમને જીવન દયા પ્રધાન શ્રી આહંત ધર્મને ઉપદેશ આપ્યો ત્યારથી તે આ ધર્માભિમુખ થયાં. પછી તેમણે તે મુનિને યોગ્ય સન્માનપૂર્વક સારા સ્થાનમાં નિવાસ કરાવ્યો. મુનિના બહુકાળના સંસર્ગથી તે દંપતીએ શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા. કેટલે કાળે તે મુની રાજારાણીની સંમતિ લઈ અષ્ટાપદ ગિરિ ગયા.
બીજો ભવ–દેવી એક વખત શાસનદેવી વીરમતીને ધર્મમાં સ્થિર કરવા અષ્ટાપદ લઈ ગઈ. ત્યાં ચોવીસે અરિહંતના બિંબને વાંદી પોતાના નગરે પાછી આવી. પછી ચાવીસે જીનને ઉદેશી આંબેલ કર્યા. તથા તપ ઉદ્યાપનમાં ચોવીસે જિનબિંબના રત્નયુક્ત સુવર્ણતિલક, સ્નાત્ર પૂર્વક, અષ્ટાપદગિરિ ઉપર ચોવીસે જિનના ભાલ ઉપર સ્થાપન કર્યા આમ તપથી ભાવિત દંપતી બીજે ભવે દેવલેકમાં દેવ દેવીપણે ઉત્પન્ન થયા. ત્રીજો ભવ-ધન્ય આહીરની ધુંસરી નામે પત્ની
મમ્મણ રાજાને જીવ દેવલોકમાંથી ચ્યવી આ જબુદ્દીપ ના ભરત ક્ષેત્રમાં બહલી નામના દેશમાં, પિતનપુર નામના નગરને વિષે, ઘમિલ નામના આ હિરની સ્ત્રી રેણુકાની કુક્ષિને વિષે પુત્ર પણે ઉત્પન્ન થયો, પૂર્ણ માસે રેણુકાએ પુત્રને જન્મ આપ્યો પિતાએ તેનું નામ ધન્ય પાડયુ. ત્યાર પછી વીરમતી રાણીને જીવ